________________
પૂરવનો મોહ નવિ આપ્યો એ તો કાચો સગપણ જાણ્યો... ૧ યક્ષ ઉપર નિશ્ચય ધાય તેણે ચંપા બાગ ઉતાર્યો યક્ષ કહે ચંપાયે જાઓ સુખ હોશે તુમને સવાયો... ૨ જિનપાલિતે નિજ ઘર આવી સઘળાને વાત સુણાવી જિનરક્ષિતનો શોક જ કીધો કેતા કાળ લગે પરસિદ્ધો... ૩ એહવે વીર ચંપાયે આવ્યા તે તો સઘળાને મન ભાવ્યા પાલિત દેશના સુણવા લાગ્યો ઘર વાસ થકી મન ભાંગ્યો... ૪ મન શિવરમણી શું લાગ્યો સંયમ લઈ થયો વૈરાગીયો અંગ અગીયાર તે ભણીયો પહેલે દેવલોકે અવતરીયો... ૫ એણે તપ કરી કાયા ગાળી મહાવિદેહે મનુષ્ય હોશે મહાલી તિહાં દિક્ષા લેઈ કેવલ પાશે સહુદોષ ટાળી મોક્ષે જાશે.. ૬
૬૧. ઝાંઝરીયામુનિની સઝાયો (૧) ઝાંઝરીયા મુનિવર જગ જયો, બ્રહ્મચારી ભગવાન મેરે લાલ; ગોચરી વહોરણ નીકળ્યા, પહોંચ્યા શેઠ મકાન મેરે લાલ. ૧ શેઠાણી સત્કારથી, લાવે મોદકના થાળે મેરે લાલ; રૂપ પુરંદર દેખીને, ઉપની મોહજંજાળ મેરે લાલ. ૨ લઘુવયમાં આ કષ્ટથી, કિમ સંતાપો દેહ મેરે લાલ; યૌવન વય સફલો કરો, શોભાવો અમ ગેહ મેરે લાલ. ૩ અમ ભાગ્યે તમે સાંપડ્યા, નિર્ભય વિલસો ભોગ મેરે લાલ; મધુકર માલતી સંગ જયું, સફલ કરો સંજોગ મેરે લાલ. ૪ પણ મુનિ સન્મુખ નવિ જુવે, નારી કરે મનોહાર મેરે લાલ; શામ દામ ઉપચારથી, ન ચળ્યો મહાવ્રત ધાર મેરે લાલ. ૫ પ્રેમ વિલુદ્ધિ પવિની, રૂઠી મહાવિકરાલ મેરે લાલ; મુનિ પગમાં ઝાંઝર ધરી,મુનિ ઉપર ધરે આળ મેરે લાલ. ૬ રાજા નિરખે ગોખમાં, જાણે મુનિ નિર્દોષ મેરે લાલ; આવી પ્રણમે ભૂપતિ, મુનિવર પહોત્યા મોક્ષ મેરે લાલ. ૭ એવા મુનિવર વંદતા, જીવ પામે વિશ્રામ મેરે લાલ; મુજને હોજો ભવે ભવે, ધર્મરત્ન પરિણામ મેરે લાલ. ૮
૧ ૨g
સાય સરિતા