SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦. જિનપાલિત જિનરક્ષિતની સઝાય (ઢાળ-૪) દુહા અનંત સિદ્ધ આગે હુઆ વળી હોવતા જેહ અનાગતે જે હોશે હું પ્રણમું ધરી નેહ... ૧ પાપ અઢારે અતિ બૂરા પરિગ્રહ મહા વિકરાળ પ્રીતિ મિત્રાઈ ગણે નહીં સહુ ગુણને દિયે બાળ... ૨ દુ:ખ દાતા છે પરિગ્રહો મોટી માયા જાલ દોનું ભાઈએ દુ:ખ સહ્યાં જિનરક્ષિત જિનપાલ... ૩ ઘરમાં ધન છે અતિ ઘણું તોય ન પહોંચી હામ પચી રહ્યા છે પ્રાણીયા કિમ પામે તે ઠામ... ૪ કોણ નગરી વસતા હતા કિમ દુ:ખ સહ્યાં અપાર સાવધાન થઈ સાંભળો તેહનો કહું વિસ્તાર... ૫ ઢાળ ૧ ચંપા નગરી સોહામણી દીઠે હરખિત થાય રે લોક વ્યાપારી અતિ ભલા વળી શેઠ ઘણા તિણમાંય રે.. ધનના લોભી વાણીયા ૧ શેઠ માર્કદીના દીકરા દોનું વડા વ્યાપારી રે નાવા લઈને સમુદ્રમાં ઉતર્યા વાર અગીયારી રે... ધનના૦ ૨ લાભ કમાઈ લાવીયા મેળવી માયા ભારી રે લોભ મટયો નહીં માંહ્યલો બારમીવાર તૈયારી રે... ધનના૦ ૩ આવી મા-બાપને ઈમ કહે અમે જાઈશું સમુદ્ર વ્યાપારો રે માત પિતા તવ ઈમ કહે ભળી નહીં બારમી વારો રે... ધનના ૪ ઘરમાં ધન છે અતિ ઘણું તેહને લગાડો લેખે રે સાત પેઢી લગે નહિં ટળે અણઘટતાં દુ:ખ કોણ દેખે રે... ધનના૦ ૫ મા બાપે વચન કહ્યાં ઘણા પણતે નહી કાંઈ પાળે રે કરિયાણા લેઈ તિહાં થકી સમુદ્રમાંહે તે ચાલે રે... ધનના ૬ અનેક યોજના ગયા પછી ઉઠ્યો ઉલ્કાપાતો રે દેખીને મન ચમકીયા એ તો બંગડી દીસે છે વાતો રે... ધનના૦ ૭ આ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy