________________
અકાળે વીજ ગાજીયો નાવા કંપણ લાગી રે વાયરે ચડી હેઠી પડી કાંઈક નાંગર ભાંગી રે... ધનના ૮ વિદ્યાધરની દિકરી વિદ્યા વિસર્યા પસ્તાવે રે ગરૂડ દેખી સરપણ છીપે દર બાહિર જિમ નાવે રે... ધનના૦ ૯ ભરતારે કૂટીનાર તે કાંઈ કોલાહલ શબ્દ પોકારે રે નાવા સમુદ્રમાં બૂડતાં રોવતા રીવ પાડે રે... ધનના ૧૦ હાહાકાર હુઓ ઘણો તિહાં પાટીયું હાથ જ આય રે બીજા તો ધ્રુસકી પડ્યા બે ભાઈ તરંતા જાય રે... ધનના, ૧૧ રત્નદ્ધીપે તે આવીયા તિહાં મન માન્યા ફળ ખાય રે નાળીયેર ફોડી તેલ કાઢીને ચોપડે બેઠાં છાંય રે... ધનના ૧૨
દુહા રયણાદેવી તેણે અવસરે વસતી દ્વીપ મઝાર પાપ કરી હર્ષિત હુવે અધરમ સેવણ હાર... ૧ નિત્ય નવા સુખ ભોગવે રહે વિષય રસ લાગી મહેલ અતિ રળીયામણો તસ ઘર ચૌદિશિ બાગ... ૨ બે ભાઈ ચિંતા કરે પૂરવ વાત વિચાર આર્ત ધ્યાન કરતાં થકાં દેવી આવી તેણિવાર... ૩ ખડગ છે તેના હાથમાં કીધું રૂપ કુરૂપ નયણાં દોય ફાટી થકી ભૂંડી દીસે વિરૂપ... ૪ અહો ! માકંદીના દિકરા માનો વચન નિરાધાર તમે મુજશું સુખ ભોગવો નહીં તો કરીશ નિહાર... ૫ માનું વચન એ બહુ જણે લેઈ ચાલી આવાસ અશુભ પુદગલ સહુ કાઢીને ભોગવે ભોગ વિલાસ... ૬ નિત્ય અમૃતફળ ભોગવે નિતનિત નવલા વેશ કાળ કેતો એક નિર્ગમ્યો આવ્યો ઈદ્ર આદેશ... ૭
ઢાળ ૨ હાથ જોડીને એમ કહે રે લાલ સાંભળો મારી વાત રે-વાલમ મોરા ઇંદ્ર હુકમ ફરમાવીયો રે લાલ સમુદ્ર વારણ જાય રે મુજ વિનતિ અવધારજો રે લાલ
૧૧૬
સક્ઝાય સરિતા