________________
ઋષભદત્ત તાત જેના, ધારણીના જાયા રે; ગુણી કુમાર જંબૂ જેની, કંચન વરણી કાયા રે. ધન્ય૦ ૨ સુધર્મા સ્વામીની વાણી, સાંભળી ગુણ ખાણી રે; ચરણમાં ચિત્ત આણી, મીઠી લાગી વાણી રે. ધન્ય૦ ૩ માતા અનુમતિ આપો, ભાવે સંજમ લેશું રે; નાણ ને ચરણ સાધી, શિવ સુખ વરશું રે. ધન્ય. ૪ ધરણી આઠ પરણી બેટી, હોંશ પૂરો મારી રે; પછી સંયમ સુખે લેજો, કુલ અજુવાળી રે. ધન્ય૦ ૫ માતા વયણે પરણી ધરણી, જાણી ગુણ ખાણી રે; પ્રીતમ આગે ઉભી પ્યારી, મીઠી જેહની વાણી રે.ધન્ય૦ ૬ જંબૂ કહે નારી પ્રત્યે, સંયમ શું મુજ ભાવે રે; સંસારમાં સુખ નથી, અસ્થિર બનાવે રે. ધન્ય૦ ૭ કર જોડી કહે નારી, પ્રાણના આધાર રે; એમ કેમ છોડી જાઓ, અમને નિરાધાર રે. ધન્ય૦ ૮ પરણીને શું પરિહરો, હાથનો સંબંધ રે; પાછળથી પસ્તાવો થાશે, મન હોશે મંદ રે. ધન્ય૦ ૯ જુઠી કાયા જુઠી માયા, જુઠ મેં ભરમાયા રે; બહુ કાલ ભોગ કીધો, તોયે તૃમિ ન પાયા રે. ધન્ય૦ ૧૦ સડી જાશે પડી જાશે, વનમાં થાશે વાસ રે; માટીમાં તન મલી જાશે, ઉપર ઉગશે ઘાસ રે. ધન્ય૦ ૧૧ આઠે નારી બુઝવીને, વળી માત ને તાત રે; સાસુ સસરા સાથે બુઢ્યા, બાંધી ધર્મ ધ્વજ રે.ધન્ય૦ ૧૨ પાંચશો ચોરોની સંગે, પ્રભવોજી આવ્યા રે; તેને પણ પ્રતિબોધી, વ્રતે મન ભાવ્યા રે. ધન્ય) ૧૩ પાંચસો સત્યાવીશ સાથે, ભાવે સંયમ લીધું રે; સુધમાં સ્વામીની સંગે, સહુનું કારજ સીધું રે. ધન્ય૦ ૧૪ થયા બાળ બહ્મચારી, વાંછી નહીં નારી રે; ચરમ કેવળી ઈણ ચોવીશી, પામ્યા ભવપારી રે. ધન્ય૦ ૧૫ તત્ત્વ સિદ્ધિ અંક ઈહું, ગુણી ગુણ ગાયા રે; વિનયવિજય નિત્ય વદે, જેણે છોડી માયા રે. ધન્ય. ૧૬
૧૧૪
સક્ઝાય સરિતા