________________
70
૫૮. જંબૂસ્વામીની સજ્ઝાય (૩)
સરસ્વતી સ્વામીને વિનવું, સદ્ગુરૂ લાગું છું પાય; ગુણ રે ગાશું જંબુસ્વામીના, હરખ ધરી મનમાંય. ધન ધન જંબૂસ્વામીને. ૧ ચારિત્ર છે. વચ્છ દોહિલું, વ્રત છે ખાંડાની ધાર; પાયે અડવાણેજી ચાલવું, કરવાજી ઉગ્ર વિહાર. ૨ મધ્યાહન પછી કરવી ગૌચરી, દિનકર તપે રે નિલાડ; વેળુ કવળ સમ કોળિયા, તે ક્રિમ વાળ્યા એ જાય. ૩ કોડી નવ્વાણું સોવન તણી, તમારે છે આઠેજી નાર; સંસારતણાં સુખ જાણ્યા નહીં, ભોગવો ભોગ ઉદાર. ૪ રામે સીતાને વિજોગડે, બહોત કીધા રે સંગ્રામ; છતી રે નારી તુમ કાંઈ તો, કાંઈ તજો ધન ને ધામ. ૫ પરણીને શું પરિહરો, હાથ મલ્યાના સંબંધ; પછી તે કરશો સ્વામી ઓરતો, જિમ કીધો મેઘ મુણીંદ. ૬ જંબૂ કહે નારી સુણો, અમ મન સંયમ ભાવ; સાચો સ્નેહ કરી લેખવો, તો સંયમ લો અમ સાથ. ૭ તેણે સમે પ્રભવોજી આવીયો, પાંચસે ચોર સંઘાત; તેને પણ જંબુસ્વામીએ બુઝવ્યો, બુઝવી માત ને તાત. ૮ સાસુ સસરાને બુઝવ્યા, બુઝવી આઠે નાર; સુધર્માસ્વામી પાસે આવીયા, લીધોજી સંયમભાર. ૯ પાંચશે સત્તાવીશશું, વિચરે છે મન ઉલ્લાસ; કર્મ ખપાવી થયા કેવલી, પહોંત્યા મુક્તિ આવાસ ૧૦ સંવત સત્તર છાસઠે, કડુપુર નગર મોઝાર, સૌભાગ્ય વિજય ઈમ ભણે, જંબુ-નામે જયકાર... ૧૧
૫૯. જંબૂસ્વામીની સજ્ઝાય (૪) ત્રિશલાના જાયા જિનજી, તાર્યા નરનારી, ચૌદ ચોમાસા કીધાં રાજગૃહી પધારી રે; ધન્ય ધન્ય જંબુસ્વામી, જેને મોહ વાર્યો રે,
સજ્ઝાય સરિતા
આતમ કારજ સાધીયા. ૧
૧૧૩