SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ તસ સુત જંબૂકુમાર નમું, બાળપણે બહ્મચારી રે. ૧ જંબૂ કહે જનની સુણો, સ્વામી સુધર્મા આયા રે; દીક્ષા લેશું તે કને, અનુમતિ ઘો મોરી માયા રે. જંબૂ૦ ૨ માય કહે સુણ બેટડા, વાત વિચારી કીજે રે; તરૂણપણે તરૂણી વરી, છાંડી કેમ છૂટીજે રે ? માય૦ ૩ આગે અરણિક મુનિવરા, ફરી પાછા ઘરે આવ્યા રે; નાટકણી નેહે કરી, આષાઢાભૂતિ ભોળાયા રે. માય૦ ૪ વેશ્યા વશ પડિયા પછી, નંદિષેણ નગીનો રે; આદ્રદેશનો પાટવી, આદ્રકુમાર કાં કીનો રે. માય) ૫ સહસ વરસ સંજમ લીયો, તો હી પાર ન પાયા રે; કંડરીક કરમે કરી, પછી ઘણું પસ્તાયા રે. માય૦ ૬ મુનિવર શ્રી રહનેમીજી, નેમિસર જિન ભાઈ રે; રાજીમતી દેખી કરી, વિષયણી મતિ આઈ રે. માય૦ ૭ દીક્ષા છે વચ્છ દોહિલી, પાળવી ખાંડાની ધાર રે; અરસ નિરસ અન્ન જમવું, સૂવું ડાભ સંથાર રે. માય૦ ૮ દીક્ષા છે વચ્છ ! દોહિલી, કહ્યું અમારું કીજે રે; પરણો પનોતા પવિણી, અમ મનોરથ પૂરી જે રે. માય૦ ૯ જંબૂ કહે જનની સુણો, ધન્ય ધન્નો અણગારો રે; મેઘ મુનિસર મોટકો, શાલિભદ્ર સંભારો રે. જંબૂટ ૧૦ ગજસુકુમાલ ગુણે ભર્યો, આતમ સાધન કીધો રે; પાસી તપને પારણે, ઢઢણે કેવળ લીધો રે. જંબૂ૦ ૧૧ દશાર્ણભદ્ર સંયમ લહી, પાય લગાયો ઈદો રે; પ્રસન્નચંદ્ર કેવલ લહી, પામ્યો છે પરમાનંદો રે. જબૂ૦ ૧૨ એમ અનેક મુનિવર હુઆ, કહેતા પાર ન પાવે રે; અનુમતિ દ્યો મોરી માવડી, ક્ષણ લાખીણો જાય રે. જંબૂ૦ ૧૩ પાંચસે સત્તાવીશ સાથે, જંબૂકુમાર પરવરીઓ રે; પંચ મહાવ્રત ઉચ્ચરી, ભવજલ સાયર તરીયો રે. જંબૂ૦ ૧૪ જંબૂ ચરમ જ કેવલી, તાસ તણાં ગુણ ગાયા રે; પંડિત લલિતવિજય તણા, હેતવિજય સુપસાયા રે. બૂ ૦ ૧૫ ૧૧ ૨ સાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy