SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ એણી પેરે ભાવના ભાવતાં વિચરે પૂરવધારી રે... નમો નમો ૬ ઘાતી કર્મક્ષયે ઉપનું કેવલ જ્ઞાન અનંત રે પર ઉપકાર કરે ઘણા સેવે સુરનર સંત રે... નમો નમો ૭ ઈમ વિરમે જે વિષયથી વિષસમ ટુલ જાણી રે જ્ઞાનવિમલ ચઢતી કળા થાયે તે ભવિ પ્રાણી રે... નમો નમો ૮ ૫૬. જંબુસ્વામીની સજ્ઝાયો (૧) બોધ સુણી સુધર્મા સ્વામીનો, જખૂં કહે રજા દ્યો માય, કુંવરજી ! કેમ કરી સહેશો જોગને જંબૂ રે. ૧ સંયમ સોહીલું છે નહી રે, કંચન કાયા જાશે કરમાય. કુંવર૦ ૨ બાવીશ પરીસહ છે અતિ આકરા રે, ખમશો કેમ કરી કુમાર. કુંવર૦ ૩ પંચ મહાવ્રત છે મેરૂ તુલ્યના રે, જાણો ખાંડા કેરી ધાર. કુંવર૦ ૪ સુશોભિત શ્યામ વર્ણા કેશને રે, ચુંટ ભાજી પાલાની જેમ, કુંવર૦ ૫ ત્યાં નથી ગાદી કે ગાલમસુરીયાં રે, નથી કાંઈ હેમ હીંડોલા ખાટ. કુંવર૦ ૬ થાશે પાછળથી તને ઓરતો રે, કીધો મેઘકુમારે જેમ. કુંવર૦ ૭ માનો કહ્યું કુંવર આ માહરૂં રે, ઘડાશે પછી ત્યાં અવળાં ઘાટ. કુંવર૦ ૮ ઘર ઘર ભીક્ષા માંગવી દોહીલી રે, દોહીલી શરમ તજવી ત્યાંય. કુંવર૦ ૯ જંબૂ કહે હું શીયાળીયો રે, થાઈશ ત્યાંહ સિંહ સમાન. માતાજી ! એમ કરી સહેશું જોગને. ૧૦ આઠે સુંદરીયો આવી એમ કહે રે, અમને કેમ તો પ્રાણનાથ; સ્વામીજી ! કેમ કરી સહેશો જોગને. ૧૧ જંબૂ કહે જો હોય ઘણી પીતડી રે, તો તુમ ચાલો અમારી સાથ, સુંદરીઓ ! એમ કરી સહેશું જોગને રે. ૧૨ બુઝવ્યા માત પિતાદિ સાસુ સસરા રે, તેમ વળી બુઝવી આઠે નાર; ૧૩ બુઝવ્યા પ્રભવાદિક પાંચશો ચોરને રે, પ્રભાતે લીધો સંયમભાર. ૧૪ સંયમ લેઈને કર્મ ખપાવીયા રે, પહોંચ્યાં શિવપુર પાટણ માંહિ. ભાવ ધરીને ભાવાપુર બંદરે રે, મુનિ વિનયવિજય ગુણ ગાય. કુંવર૦ ૧૫ • ૫૭. જંબૂસ્વામીની સજ્ઝાયો (૨) રાજગૃહી નગરી વસે, ઋષભદત્ત વ્યવહારી રે; સજ્ઝાય સરિતા ૧૧૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy