________________
રાય વિસલ દે પાટણ ધણી ખબર કરાવે અન્નજ તણી... ૧૮ વણિક તેડાવી કહે રાજન રાય સાધારણ સુયા છે કાન પૂરો અન્ન કે મૂકો બિરૂદ ઈમ બોલ્યા વિસલ દે રૂ. ૧૯ જગટુ કહે કોઠારે ઘણાં ધાન્ય ભર્યા છે અન્નજ તણા રાંક વડો છું હું તાહરો કાર્ય સમારો એ માહરો.. ૨૦ વડ ભીખારી વીસલરાય આઠ સહસ્ત્રમૂડા દેવરાય નગર છઠાનો રાય હમીર બાર સહસ મૂડા દે ધીર... ૨૧ એકવીસ દીધાં ગજ સુલતાન અઢાર સહસ માલવપતિ જાણ મેદ પાટનો રાય પ્રતાપ બત્રીસ સહસ મૂડા મુજ આપ... ૨૨ શત્રુંજય ગિરનારે વહી દાન શાળાઓ મંડાવે સહી ચારે ખંડમાંહે જગડુ શાહ પુણે લીયે લખમીનો લાહ. ૨૩
ઈદ્ર ચંદ્ર કે સુરતરૂ સાર માનવ નહીં એ સુર અવતાર ધન ધન જાતિ શ્રીમાલિતણી જેહની કીતિ ચિહું દિશિભણી... ૨૪
સત્તર નભ પટ શ્રાવણમાસ એહ સંબંધ કહ્યો ઉલ્લાસ સાંતલપુર ચોમાસું રહી શ્રાવકજનને આદરે કહીં... ૨૫
પંડિત માંહે પ્રવર પ્રધાન વીર કુશલ ગુરૂ પરમ નિધાન સૌભાગ્યકુશલ સદગુરૂ સુપસાય તાસ શિષ્ય કેશર ગુણ ગાય... ૨૬
• પપ. જયભૂષણમુનિની સઝાય નમો નમો જય ભૂષણ મુનિ દૂષણ નહિંય લગાર રે શોષણ ભવજલ સિંધુના પોષણ પુણ્ય પ્રચાર રે... નમો નમો ૧ કીર્તિ ભૂષણ કુલ અંબરે ભાસન ભાનુ સમાન રે કોસંબી નયરીપતિ માત સ્વયં પ્રભા નામ રે... નમો નમો ૨ પરણી નિજ ઘરે આવતાં સાથે સવિ પરિવાર રે જયધર કેવલી વંદીયા નિસુણી દેશના સાર રે... નમો નમો ૩ પૂરવ ભવની માતડી પરણી તે ગુણ ગેહ રે જયસુંદરીએ સ્વયંવરા આણી અધિક સનેહ રે... નમો નમો ૪ તે નિસુણીને પામીયો જાતિસમરણ તેહ રે સંયમ લ્ય સહસ પુરૂષપું વનિતા સાથે અછત રે... નમો નમો ૫ એક અનંતપણે હોઈ સંબંધે સંસારી રે
સક્ઝાય સરિતા
૧૧૦