________________
વ્યવહારી વાસે ત્યાં વસે શાહ સુરલોકમ ઉલ્લસે જેહને કોટી એકસો આઠ તેહને જાચે ચારણ ભાટ... ૪ વહાણ ચલ્યાં ઘરથી દશ દોય દેશ-પરદેશે કીરતિ હોય સુખ ભોગવતાં નારી ગર્ભ લહે અનુક્રમે નામ તે જગ કહે... ૫ એક દિન વિચરંતો અણગાર ચોમાસું રહેવા તેણિવાર આચારજ આચારે કરી આતમ રાખે નિજ સંવરી... ૬ પૂરવ કર્મ તણે સયોગ ધન ખૂટ્યું વળી કમને યોગ નવકાર મંત્ર સદા મન ધરે સામાયિક પડિકમણું કરે... ૭ શ્રાવક વ્રત પારી ઘર જાય જગડૂ બેઠો એકાંતે આય ચોક માંહે ગુરૂ આવ્યા વહી સંકટ વેધ દેખે તિહાં સહી... ૮ તારા મંડલ દેખી ધૂણે સીસ ચેલો પૂછે નામી શીસ ગુરૂ કહે-ચેલા ! સાંભળ વાત મહિયલ કાલ હોશે પાંચ-સાત... ૯ તો કિમ કરશે સયલ સંસાર જગડૂ કરશે દીનોદ્ધાર પાય લાગીને નિજઘર જાય જગડૂ મનમાં અચરિજ થાય... ૧૦ શુભ દિવસ ગુરૂ જોઈ દીયે મંત્રાદિક મંત્રે કરિ લીયે એક્વીસ કળશા ધરતીમાંહિ આકજ ઉગ્યો ધોળો જયાંહિ... ૧૧ પ્રગટ્યો પુણ્યતણો અંકુર પામ્યા લક્ષ્મી પ્રબળ પંડૂર વાણોતર ધન લેખો કરે ધન દઈને એ કણ સચ કરે... ૧૨ જહાજ ચલાવે જગડુ બહાર પુણ્ય સંયોગે પહોતા પાર લખ ગમે લાભ થાયે જિહાં અવર કરિયાણાં લીધા તિહાં... ૧૩ બાવન ગજની શીલા દોય લાખ ટકા દઈ લીધી સોય અવર વસ્તુ વણજી છે બહુ કિમ કરી આવે દ્વીપે સહુ... ૧૪ અર્ધમારણ આવ્યાતે વહી તેજિમ તૂરી દીઠી સહી નાંગર નાંખી સંચય કરી તેજિમ તૂરી વહાણે ભરી... ૧૫ અનુક્રમે આવ્યા નિજપુર ભણી ખબર કરાવે ધાન્યજ તણી દેશ દેશાંતર સેવક ગયા ધાન્ય લઈને કોઠા ભર્યા... ૧૬ પત્ર લખાવી તાંબાતણા દીન હીન લેઈ રાંકજ તણા જે આવીને માડે હાથ તેહને આપે હાથો હાથ... ૧૭ સંવત બાર પનરો તેરો કાળ પડીયો ચિહુખંડ માંહે દુકાળ
// સક્ઝાય સરિતા
૧૦૯