________________
બચ્ચા દોય છે માવડી દીઠો ત્રણેનો સાજ રે. થે મન, ૧૯ અકબર શાહ મન ચિતવે પ્રત્યક્ષ પરવરદિગાર રે પ્રણમે પાય ગચ્છ રાયનાં ધર્મ શ્રવણ મન ધાર રે. થે મન૦ ૨૦ એક પ્રહર લગે શાહને ઉપદેશ સૂરિરાય રે હિંસા પાતિક સાંભળી પરિણતી કુણી થાય રે... થે મન૦ ૨૧ અરજ કરે છે સુલતાનજી નિઃસ્પૃહ મેં સૂરિરાય રે ધનમણિ કંચન લ્યો નહિં મુજ પ્રાર્થના કુણ કાજ રે... થે મન૦ ૨૨ પુસ્તક તુમચા રે ધર્મના વહોરો શ્રી ગચ્છરાય રે શાહ વચનથી તે વહોરીયાં પુસ્તક આગમ ગ્રુત રાજ રે... થે મન૦ ૨૩ આગ્રાનગર ભંડાર મેં પુસ્તક ઠવાયાં છે એહ રે પ્રથમ ચોમાસુ તિહાં રહ્યાં જાણી ધર્મ સનેહ રે... થે મન૦ ૨૪ આગ્રા શહેરના સંઘને ઉપદેશ્યો સૂરિરાય રે દીપવિજય કવિરાજજી હીરસૂરિ ગચ્છરાજ રે... થે મન૦ ૨૫
પ૪. જગડૂશાશેઠની સઝાય
દુહા પાસ જિનેસર પાયનમી પ્રણમી સદ્દગુરૂ પાય, જગડૂશા સરલા તણા ગુણ ગાતાં સુખ થાય... ૧ રાજા કરણ મરી કરી પોંહતો સરગ મઝાર, કંચન દાન પ્રભાવથી પગ પગ રહે મનોહાર... ૨ માનવ ભવ જો પામીયે તો સહી દીજે અન્ન, દેવલોકથી અવતય જગડૂશા ધન ધન્ન... ૩
| (ચોપઈ) જંબુદ્વીપ સોહે સુવિચાર દક્ષિણ ભરત તિહાં મનોહાર સાડા પચવીસ આરજદેશ ધર્મ કરે શ્રાવક સુવિશેષ... ૧ લાટ ભોટ અને કરણાટ ગુજજર માલવ ને મેવાડ કચ્છ દેશમાં જગડૂ થયો શ્રીમાલી કુલ દીવો કહ્યો... ૨ ભદ્રેસર પાટણ સુપ્રસિદ્ધ ધણ-કણ-કંચન ઋદ્ધ સમૃદ્ધ ચોરાસી ચહુટા સુવિશાલ દેવળ દીઠે ઝાકઝમાલ... ૩
૧૦૮
સઝાય સરિતા