________________
મિઢેલની સહુ વાતડી મેં કહી સાસુ ને કાન રે પછી તો ઝાલ્યું નવિ રહ્યું પ્રગટયું ત્રીજું તાન રે... વાંચજો ૨૪ માહરું કર્યું મુજને નડ્યું આડું ન આવ્યું કોય રે ચોરની માતા કોઠીમાં, મુખ ઘાલી જેમ રોય રે... વાંચજો ૨૫ પસ્તાવો થ્યો કરવો હવે કહ્યું કાંઈ નવ જાય રે પાણી પી ઘર પૂછતા લોકમાં હાંસી થાય રે... વાંચજો ૨૬ જે કાંઈ ભાવિ ભાવમાં જે વિધિ લખિયા લેખ રે તે સવિ ભોગવવા પડે તિહાં નહી મીન મેખરે.. વાંચો ૨૭ સાસુના જાયા વિના શોળ વરસ ગયાં જેહ રે મુજ મનડાની વાતડી જાણે કેવલી તેહ રે... વાંચજો ૨૮ પણ કટથી જે નર થયા તે વિસ્તરશે વાત રે સાસુ સાંભળશે તદા વળી કરશે ઉત્પાત રે.. વાંચો ૨૯ તે માટે સાવધાનથી રહેજો ધરિય ઉલ્લાસ રે જેહવા-તેહવા લોકનો કરશો નહીં વિશ્વાસ રે.... વાંચજો ૩૦ સાસુને કહેવરાવજો ઈહાં આવ્યાનો ભાવ રે પછી જેહવા પાસા પડે તેહવા દેજો દાવ રે... વાંચજો ૩૧ મુજ અવગુણની ગાંઠડી નાખજો ખારે નીર રે નિજ દાસી કરી જાણજો મુજ નણદીના વીર રે... વાંચજો ૩૨ કાગળ લખજો ફરી ફરી કૃપા કરી એક મન્ન રે વહેલાં દરિસણ આપજો શરીરનાં કરજો જતન્ન રે... વાંચજો ૩૩ મુજ બહેની વહાલી ઘણી પ્રેમલાલચ્છી જેહ રે તેહને બહ હેતે કરી બોલાવજો ધરી નેહ રે... વાંચજો ૩૪ સમસ્યા-રાધા પતિકે કરે વસે પાંચજ અક્ષર લેજો રે પ્રથમ અક્ષર દૂર કરી વધે તે મુજને દેજો રે.૩૫૧ (સુદરશન) જો હવે સુરજ કુંડથી વિદન થયાં વિસરાલ રે તો સહુ પુણ્ય પસાયથી ફળશે મંગળ માળ રે... વાંચજો ૩૬ ઈમ લખી લેખ ગુણાવલિ પ્રેગ્યો પ્રીતમ પાસરે દીપવિજય કહે ચંદની હવે સહુ ફળશે આશ રે... વાંચજો ૩૭
સક્ઝાય સરિતા
૧૦૩