________________
મુજ અવગુણ જોતાં થકાં થોડા લખિયા છે એહ રે... વાંચજો ૯ સાહિબ લખવા જોગ છો હું સાંભળવા જોગ રે જેહવા દેવ તેહવી સેવના સાચી કહેવત લોક રે... વાંચજો ૧૦ સમસ્યા ચાર લખી તુમે તે સમજી છું સ્વામ રે મનમાં અર્થ વિચારતાં હરખે છે આતમ રામ રે... વાંચજો ૧૧ હું તો અવગુણની ભરી અવગુણ ગાડાં લાખ રે જેમ કોઈ વાયુ જોગથી બગડી આંબા શાખ રે... વાંચજો ૧૨ મુજ અવગુણ જોતાં થકા આવવી ન જોઈએ મહેર રે પણ ગિરૂઆ ગંભીર છો જેહવી સાગર લહેર રે... વાંચજો ૧૩ ગિરૂઆ સહેજે ગુણ કરે કંત અકારણ જાણ રે જલ સીંચી સરોવર ભરે મેઘ ન માગે દાણ રે... વાંચજો ૧૪ પથ્થર મારે છે તેહને ફલ આપે છે આંબ રે તેમ તુમ સરિખા સાહિબા, ગિરૂઆ ગુણની લંબ રે... વાંચજો ૧૫ કાપે ચંદન તેહને આપે સુગંધ અપાર રે મુજ અવગુણ ન આપ્યા હિયે ધન્ય-ધન્ય તુમ અવતાર રે...વાંચજો ૧૬ મુજ સરિખી કોઈ પાપિણી દીસે નહિ સંસાર રે માન્યું સાસુનું કહ્યું છેતરીયો ભરથાર રે... વાંચજો ૧૭ મેં જાણ્યું નહિ એહવું હું તો ભોળી નાર રે સાસુને કાને ચઢી સમજી નહીં લગાર રે... વાંચજો ૧૮ મેં આગળ થી લહી નહિ સાસુ એહવી નાથ રે ખાવી ગાંઠની ખીચડી જાવું ઘેલાની સાથ રે... વાંચજો ૧૯ કાંઈક કાચા પુણ્યથી સદબુદ્ધિ પણ પલટાય રે જેમ રાણીને ખોળનું ખાધાનું મન થાય રે.. વાંચજો ૨૦ કરી પ્રપંચ ઈણ સાસુએ ઘણો દેખાડ્યો રાગ રે પછી તો વાત વધી ગઈ થયો પીંછનો કાગ રે.. વાંચજો ૨૧ કિહાં આભા કિહાં વિમલાપુરી જોયા જેહ તમાસ રે હાંસીની ખાંસી થઈ કરવા પડિયા વિમાસ રે.. વાંચજો ૨૨ પરણ્યાની સહુ વાતડી મુજને કહી પ્રભાત રે જો તે ઠેકાણે દાટતી તો એહવું નહિ થાત રે... વાંચજો ૨૩
૧૦૨
સક્ઝાય સરિતા