________________
દુહા
શ્રી વરદા જગદંબિકા શારદા માત દયાળ, સુર-નર જસ સેવા કરે વાણી જાસ રસાળ... ૧ ત્રિભુવન મેં કિરતિ સદા વાહન હંસ સુહાય, જડ બુદ્ધિ પલ્લવ ક્રિયા બહુ પંડિત કવિરાજ... ૨ પુસ્તક વીણા કર ધરે શ્રી અંજારી ખાસ, કાશ્મીર ભવઅચ્ચ મે, તેહનો ઠામ નિવાસ... ૩ શ્રીજગદંબા પદ નમી વર્ણવું બીજો લેખ, શ્રોતાને સુણતાં થકાં પ્રગટે હર્ષ વિશેષ... ૪ ચંદ લેખ વાંચી કરી ગુણાવલી નિજનાર, કંથને લેખ લખે શ્રીકાર... ૫
ઉત્તર પાછો
ઢાળ ૨
સ્વસ્તિ શ્રી વિમલાપુરે વીરસેન ફુલચંદ રે રાજ રાજેસર રાજિયા સાહિબ ચંદ નરિંદ રે, વાંચજો લેખ મુજ વાલહા શ્રી આભાપુરી નયરથી હુકમી દાસી સકામ રે
લિખિતં રાણી ગુણાવલી પ્રીછજો મારી સલામ રે... વાંચજો ૨ સાહિબ પુણ્ય પસાયથી ઈહાં છે કુશલ કલ્યાણ રે
વ્હાલાના ક્ષેમકુશલ તણાં કાગળ લખજો સુજાણ રે... વાંચજો ૩ સમાચાર એક મુજ પ્રીછજો ક્ષત્રિય વંશ વજીર રે
મુજ દાસીની ઉપરે કૃપા કરી વડ ધીર રે... વાંચજો ૪ વ્હાલાએ જે લેખ મોકલ્યો સેવક ગિરધર સાથ રે ક્ષેમકુશળે તે આવિયો પહોંચ્યો છે હાથોહાથ રે... વાંચજો પં વ્હાલાનો કાગળ દેખીને ટળીયા દુ:ખના વૃંદ રે પિયુને મળવા જેટલો ઉપજ્યો છે આનંદ રે... વાંચજો ૬ સુરજ કુંડની મ્હેરથી સફલ થયો અવતાર રે
તે સહુ કુશલ કલ્યાણના આવ્યા છે સમાચાર રે... વાંચજો ૭ સોલ વરસના વિયોગનું પ્રગટ્યું તે દુ:ખ અપાર રે
કાગળ વાંચતાં-વાંચતાં ચાલી છે આંસુડાની ધાર રે... વાંચજો ૮ જે વ્હાલાએ લેખમાં લખીયા ઓળંભા જેહ રે
સજ્ઝાય સરિતા
૧૦૧