________________
શિવનટ શિવમાલા વલી જીહો રાણી સાતસેંજી પ્રીઉ સંગ થાય મલિ આવેછ જિહાં જિનરાય જીહો સંયમ લીધુંજી અતિ સુખદાય ચંદ રે સુમતિ પ્રેમલાલચ્છી જીહ ચોથી ગુણાવલી નારિ કેવલ લહી મુગતે ગયા તો બીજા જીવને એક અવતાર તે સીઝસેજી વિદેહ મઝારિ જીહો સવિ પામ્યાંજી ભવતણો પાર ૧૨ ચંદ રે ઋષિ ગુણગાઈઆ છો લીંબડી રહી ચોમાસ સૌભાગ્ય કહે મહિમા ઘણો છો સંઘને હોજોજી લીલ વિલાસ ગુણાવલીજી પૂગજો આસ હો ધરિ લખમી કરજો નિવાસ ૧૩ ૫૧. ચંદ રાજાએ ગુણાવલીને લખેલો પત્ર (૨)
(ઢાળ-૨)
ઢાળ ૧ સ્વસ્તિ શ્રી મરૂદેવીના પુત્રને કરૂં રે પ્રણામ જેહથી મનવાંછિત ફલ્યાજી ઉપગારી ગુણધામ...
ગુણવંતી રાણી વાંચજો લેખ ઉદાર ૧ સ્વસ્તિ શ્રી આભાપુરેજી સર્વે ઉપમા ધીર પટરાણી ગુણાવલીજી સજજન ગુણે ગંભીર.. શેણવંતી ૨ શ્રી વિમલાપુર નયરથીજી લીખીતંગ ચંદ નરિંદ હિત આશિર્વાદ વાંચજોઇ મનમાં ધરી આનંદ... શેણવંતી) ૩ અહીં તો કુશલ ક્ષેમ છે જ નાભિનંદન સુપસાય જગમાં જશકીર્તિ ઘણીજી સુરનર સેવે છે પાય... શેણવંતી૦ ૪ તુમચા ક્ષેમકુશલ તણોજી કાગળ લખજો સદાય મળવું જે પરદેશમાં તે તો કાગળથી રે થાય... શેણવંતી ૫ સમાચાર એક પ્રીછજોજી મોહન ગુણમણિમાળ ઈમાં તો સુરજ કુંડથીજી પ્રગટી છે મંગલમાળ... શેણવંતી ૬ તેહની હર્ષ વધાઈનોજી રાણી એ જાણજો લેખ જો મનમાં પ્રેમ જ હુવે તો લખજો કાગળ દેખ... શેણવંતી ૭ તુમ (સ્વજન) સજ્જન ગુણ સાંભળેજ ક્ષણ-ક્ષણમાં સો વાર પણ તે દિન નવિ વિસરેજી કણેરની કંબા બે ચાર... શેણવંતી ૮
८८
સક્ઝાય સરિતા