________________
અર્જુન માળી રે જે મહા પાતકી રે કરતો મનુષ્ય સંહાર તે પાપીને પ્રભુ તમે ઉદ્ધર્યો રે કીધો ઘણો સુપસાય... આધાર૦ ૧૦ જે જલચારી રે હતો એક દેડકો રે તે તુમ ધ્યાન સહાય સોહમ વાસી રે તેં સુરવર કીયો રે સમકિત કરે સુપસાય... આધાર૦ ૧૧ અધમ ઉદ્ધાર્યા રે એહવા તેં ઘણા રે કહું તસ કે'તા રે નામ માહરે તારા નામનો આશરો રે તે મુજ ફળશે રે કામ... આધાર૦ ૧૨ હવે મેં જાણ્યું રે પદ વીતરાગનું રે જો તે ન ધર્યો રે રાગ રાગ ગયેથી ગુણ પ્રગટયા સવે રે તુજ વાણી મહા ભાગ...આધાર૦ ૧૩ સંવેગ રંગી રે સપક શ્રેણીએ ચડ્યા રે કરતા ગુણનો જમાવી કેવલ પામ્યા રે લોકાલોકના રે દેખે સઘળા રે ભાવ... • આધાર૦ ૧૪ ઈદ્ર તિહાં આવી રે જિન પદે થાપીયા રે દેશના દીયે અમૃતધારા પર્ષદા બોધી રે આતમ રંગથી રે વરીયા શિવપદ સાર... આધાર૦ ૧૫ ?
૪૭. ચંદનબાળાની સઝાયો (૧) વીર પ્રભુજી પધારો નાથ, વીર પ્રભુજી પધારો, વિનંતી મુજ અવધારો નાથ, વીર પ્રભુજી પધારો; ચંદનબાળા સતી સુકુમાળા, બોલે વચન રસાલા, હાથ અને પગમાં જડ દીયા તાળા, સાંભળો દીનદયાળા. નાથ વીર. ૧ કઠણ છે મુજ કર્મની કહાણી, સુણો પ્રભુજી મુજ વાણી; રાજકુંવરી હું ચૌટે વેચાણી, દુઃખ તણી નથી ખામી. નાથ વીર. ૨ તાત જ મારો બંધન પડીયો, માતા મરણ જ પામી; મસ્તકની વેણી કતરાણી, ભોગવી મેં દુ:ખ ખાણી. નાથ વીર૩ મોઘી હતી હું રાજ કુટુંબમાં, આજે હું ત્રણ ઉપવાસી; સુપડાને ખૂણે અડદના બાકુલા, શું કહું દુ:ખની રાશિ. નાથ વીર૦ ૪ શ્રાવણ ભાદરવા માસની પેરે, વસરે આંસુડાંની ધારા; ગદ્દ કંઠે ચંદનબાળા, બોલે વચન કરૂણા. નાથ વીર૦ ૫ દુ:ખ એ સઘળું ભલું પૂર્વનું, આપના દર્શન થાતા; દુઃખ એ સઘળું હૈયે જ આવે, પ્રભુ તુમ પાછા જાતા. નાથ વીર૦ ૬ ચંદનબાળની અરજ સુણીને, નીર નયનમાં નિહાળે; બાકુળા લઈ વીર પ્રભુજી પધારે, યા કરી દીનદયાળે. નાથ વીર. ૭
સક્ઝાય સરિતા ,