________________
વેદના અર્થ સુણી સાચા, વીરના ચેલા થયા જાયા,
કોઈ લબ્ધિએ ન રહ્યા કાચા. હે ઈન્દ્રભૂતિ૦ ૨ પરિગ્રહ નવવિધના ત્યાગી, તુમચી જાગરણ દશા જાગી,
ધર્મધ્યાન શુક્લધ્યાનના રાગી. હે ઈન્દ્રભૂતિ ૩ અનુયોગ ચારના બહુ જાણ, તેને નિર્મળ પ્રબળ તુજ નાણ,
અમૃત રસ સમ મીઠડી વાણ. હે ઈન્દ્રભૂતિ૦ ૪ જે કામરૃપને રમવા દડી, ત્રણ ગતિ ત્રિવટે તેહ પડી,
તે રમણી તુજને નવ નડી. હે ઈન્દ્રભૂતિ૦ ૫ અતિ જાગરણ દશા જ્યારે જાગી, ભાવઠ સઘળી ત્યારે ભાગી, કહે ધર્મજિત નોબત વાગી. હે ઈન્દ્રભૂતિ૦ ૬
૪૬. ગૌતમસ્વામીના વિલાપની સજ્ઝાય (૩) આધાર જ હતો રે એક મને તાહરો રે હવે કોણ કરશે રે સાર ? પ્રીતડી હતી રે પહેલા ભવ તણીરે તે કેમ વિસરી રે જાય ?..આધાર૦ ૧ મુજને મેલ્યો રે ટળવળતો ઈહાં રે કોઈ નહીં આંસુ લૂનાર
ગૌતમ કહીનેરે કોણ બોલાવશે રે કોણ કરશે મોરી સાર ?.. આધાર૦ ૨ અંતર જામી રે અણઘટતું કર્યું રે મુજને મોકલીયો ગામ
અંતકાળે રે હું સમજ્યો નહિં રે જે છેહ દેશે મુજ આમ... આધાર૦ ૩ ગઈ હવે શોભા રે ભરતના લોકની રે હું અજ્ઞાની રહ્યો છું આજ કુમતિ મિથ્યાત્વી રે જિમ તિમ બોલશે રે કુણ રાખશે મોરી લાજ.. આધાર૦ ૪ વળી શૂલપાણી રે અજ્ઞાની ઘણો રે આપ્યુ તુજને રે દુ:ખ કરૂણા આણીરે તેહના ઉપરે રે આપ્યું બહોળું રે સુખ... જે અઈમુત્તો રે બાળક આવીયો રે રમતો જળયું રે તેહ કેવળ આપી રે આપ સમો ફીયો રે એવડો શ્યો તસ નેહ... આધાર૦ ૬ જે તુજ ચરણે રે આવી ડંસીયો રે કીધો તુજને ઉપસર્ગ
સમતાવાળી રે તે ચંડકોશીયે રે પામ્યો આઠમો રે સ્વર્ગ... આધાર૦ ૭ દિન બ્યાસીના રે માત પિતા હુવા રે બ્રાહ્મણ બ્રાહ્મણી દોર શિવપુર સંગી રે તેહને તે કર્યા રે મિથ્યામલ તસ ધોય... ચંદન બાળા રે અડદના બાકુળા રે પડિલાલ્યા તુમે સ્વામ તેહને કીધી રે સાહુણીમાં વડી રે પહોંચાડી શિવ ધામ...
સજ્ઝાય સરિતા
આધાર૦ ૫
આધાર૦ ૮
આધાર૦ ૯
૯૩