SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સોવન કરી ત્યાં થઈ વૃષ્ટિ, સાડી બાર કોડી સારી; પંચ દિવ્ય તત્કાલે પ્રગટ્યા, બંધન સર્વ વિદારી. નાથ વીર. ૮ સંજમ લઈને કાજ સુધાર્યા, ચંદનબાળા કુમારી; વીર પ્રભુની શિષ્યા પહેલી, પંચમહાવ્રત ધારી. નાથ વીર૦ ૯ કર્મ ખપાવી મુકિત સીધાવ્યા, ધન્ય સતી શિરદાર; વિનયવિજય કહે ભાવ ધરીને, વંદું હું વારંવાર. નાથ વીર૦ ૧૦ [2] ૪૮. ચંદનબાળાની સઝાય (૨) (વીર પ્રભુનો ચૂડો) (રાગ : ઓલી ચંદનબાળાને બારણે) તારા મુખડા ઉપર જાઉં વારી રે, વીર મારાં મન માન્યા, તારા દર્શનની બલિહારી રે વીર, મુઠી બાકુળા માટે આવ્યા રે; મને હેત ધરી બોલાવ્યા રે. વીર. ૧ પાયે કીધી ઝાંઝરની ઝણ વીર, માથે કીધી મુગટની વેણ રે; વીર. પ્રભુ શાસનનો એક રૂડો રે વીર. મેં તો પહેર્યો તારા નામનો ચૂડો રે. ૨ એ ચૂડો સદાકાળ છાજે રે, વીર. મારા માથે વીર ધણી ગાજે રે; વીર. મને આપી જ્ઞાનની હેલી રે વીર. પહેલા થયા ચંદનબાળા ચલી રે. ૩ એને ઓઘો મુહપત્તિ આલ્યા રે વીર. તિહાં મહાવીર વિચરતાં આવ્યા રે; મને આપી જ્ઞાનની હેલી રે, વીર. બીજા થયાં મૃગાવતી ચલી રે. ૪ તિહાં દેશના અમૃત ધારા રે, વીર. ભવિ જીવનો કીધો ઉપકાર રે; વીર. ચંદ્ર સૂર્ય મૂળ વિમાને આવ્યા રે વીર. ચંદનબાળા ઉપાશ્રયે આવ્યા રે. ૫ ચંદ્ર સૂર્ય સ્વસ્થાને જાય રે વીર. મૃગાવતી ઉપાશ્રયે આવ્યા રે; વીર. ગુરુણીજી બાર ઉઘાડો રે વીર. ગુરુણીએ કીધો તાડો રે. ૬ ગુરુણીને ખમાવવા લાગ્યા રે, વીર. કેવળ પામ્યા ને કર્મ ભાગ્યા રે; એણે આવતાં સપને દીઠો રે, વીર. ગુરુણીજીનો હાથ ઊંચો લીધો રે. ૭ ગુરુણીજી ઝબકીને જાગ્યા રે, વીર. સાધ્વીને પૂછવા લાગ્યા રે; વીર. તને એ શું કેવળ થાય રે, વીર. ગુરુણીજી તમારે પસાય રે. ૮ ચંદનબાળા ચેલીને ખમાવ્યા રે,વીર તિહાં ખામતાં તે કેવળ પામ્યા રે; વીર. ગુરુણી ને ચેલી મોક્ષ પાયા રે,વીર તેમ પવવિજય ગુણ ગાયા રે. ૯ ૪૯. ચંદ્ઘબાળાની સઝાય (૩) બાલકું વારી ચંદનબાળા બોલે બોલ રસાળા રે સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy