SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ માયા વિના જગમાં બહુ દીઠા કરતાં વેઠ રે... ઋણમત ૭ લહેણું શાલિભદ્ર શેઠજી લીધું એકે સંકેત રે ગોભદ્રશેઠે રે આપીયું પેટી નવાણું સુહેત રે... ઋણમત ૮ દીપવિજય કવિરાજજી પૂરવ સૂરિ મહારાજ રે પૂરવભવ ત્રણ વર્ણવ્યા તિમ વર્ણવું સુસાજ રે... ઋણમત ૯ ઢાળ બીજી જંબુદ્વીપે ભરત મોઝાર જયપુર નગર વસે મનોહાર ગઢમઢ મંદિર રે દીપે માનું અલકાપુર ને ઝીપે... જંબુ) ૧ જયસેન રાજા રે રાજે છત્રપતિ આણ નિષ્કટક છાજે રાણી ગુણવંતી જસ નામ દાયકુલ નિર્મલ ગુણ વિસરામ... જંબુ, ૨ તેહ નગરનો છે રહેવાસી લક્ષ્મી કોટી વજ સુવિલાસી ધનધત્ત નામે રે વાણી અભંગદ્વાર ને સુકૃત કમાણી... જંબુ, ૩ સાત પુત્રને સહુ પરિવારે જૈન ધરમ વાસિત જયકાર તપ-જપ-કિરિયા-વ્રત-પચ્ચખાણ પરભવ સુકૃત તણાં મંડાણ.. જંબુ૦૪ એહવે બીજા નગરનો વાસી રાજપાલ નામે ગુણરાશી જયપુર નગરમાં આવ્યા ધનદત્તશેઠ તણે મન ભાવ્યા... જંબુ) ૫ પુત્ર છે રાજપાલને એક તેજપાલ નામે સુવિવેક તેજપાલને પુત્ર છે ચાર એણીપેરે પુત્ર-પિતા પરિવાર... જંબુર ૬ ધનદત્ત શેઠની રે પાસે વાણોત્તર થઈ રહ્યા ઉલ્લાસે નહિં વાણોતર શેઠ વડાઈ ધારે શેઠજી ધરમ સગાઈ... જંબુ) ૭ માતપિતા સગપણ પરિવાર વાર અનંતી હુઆ અવતાર દીપવિજય કવિરાજ પ્રધાન સાહનીનું સગપણ પુણ્ય નિધાન... જંબુ૦ ૮ ઢાળ ત્રીજી તેજપાલ એક દિન ઈમ ચિંતે તીરથ ને અનુસરીએ જે હથી તરીએ તેહ જ તીરથ સેવી ભવજલ તરીએ ધન્ય જિનશાસન રે તીરથ જગ ઉપગારી ધન્ય-તીરથ ભવજલ તારી...૧ તેહમાં જંગમ થાવર તીરથ દોય ભેદે છે વાર જંગમ તીરથ છે બહુ ભેદે વર્ણવું તેહ ઉદારૂ... ધન્યજિન ૨ ૯૦ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy