________________
વાદવિવાદે વીફરેલો ત્યાં.. ભાન ભૂલી ને બોલે..
મૌન ધરીને મહાવીર ત્યારે.. મુખથી કશું ન બોલે રે.. મહાવી૨૦ ૯ ગુરુએ શીખવાડેલી વિદ્યા.. ગુરૂ ઉપર અજમાવે..
ભીષણ તેજો લેશ્યા છોડી.. જ્વાલાઓ પ્રગટાવે રે.. મહાવીર૦ ૧૦ વીરની પાસે ચાર ફુદરડી.. ફરતી આગની જ્વાલા..
આગ ન અટકી વીરના અંગે.. ગોશાળાને બાળે રે.. મહાવીર૦ ૧૧ હાથનાં કર્યાં હૈયે વાગે.. ચીસો કારમી પાડે..
બળી જળીને ઘોર પાખંડી.. થયો કોલસો કાળો રે.. મહાવીર૦ ૧૨ આટ આટલું વીત્યું તોયે.. વીરે સમતા ધારી..
મૃત્યું ટાણે પ્રેમ ધરીને.. દીધી શીખામણ સારી રે.. મહાવીર૦ ૧૩ આવા જ્ઞાની ગુરૂ હતા ને આવો હતો ગોશાળો.. “રૂપ” કહે એવા ગુરૂને વાંદો.. ભવજલ પાર ઉતારો રે મહાવીર૦ ૧૪
૪૩. ગોભદ્રશેઠ તથા શાલિભદ્રની ઋણાનુબંધે સજ્ઝાય
(ઢાળ-૪) ઢાળ પહેલી
ચૌદસે બાવન ગણપતિ તેહના પ્રણમીને પાય રે શાલિભદ્ર ગોભદ્ર શેઠના વર્ણવું ગુણ સમુદાય રે... ઋણ મત કરજો રે માનવી દેણું મોટી બલાય રે
દીધા વિણ છટે નહિં કીજે કોટી ઉપાય રે... ઋણમત ૨ સુખમાં કદીય સૂવે નહિં જેહને માથે છે વેર રે
રણીયો ને વ્યભિચારી વળી ઘણું ભણ્યો વળી શૂર રે... ઋણમત ૩ એ પાંચે રહે દૂબળા રાત-દિવસ લહે તાપ રે
ધન્ય ધન્ય ધન્ય મુનિરાજને તજ્યા પાંચે સંતાપ રે... ઋણમત ૪ એક ભવે દશ સો ભવે લીયે લેણદારી તેહ રે
દેણદાર દુ:ખથી દીચે એહમાં નહિ સંદેહ રે... ઋણમત પ રૂપિયો અગ્યારમો પ્રાણ છે લોક કહે સુજાણ રે
લેઈને પાછો વિદીયે ત્યારે દુ:ખે દશ પ્રાણ રે... ઋણમત ૬ માયા મોટી આજીવિકા સગા સણીજા છે હેઠ રે
સજ્ઝાય સરિતા
૮૯