SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા મુનિઓ એમ ચિંતવે રે, ધન બાલમુનિના ભાવ. ૪ મુજ પુત્રી વિણ અવગુણે તજી રે, સોમિલ બ્રાહ્મણ થયો ક્રોધી; સગડી રચે મસ્તક ઉપરે રે, ચઉ દિશિ બાંધી માટીની પાળ. ૫ વેદના જેમ અધિકી વધે રે, વધ્યા શુભ પરિણામ; ચૌદમે ગુણઠાણે ચઢયાં રે, મુનિ પામ્યા કેવળજ્ઞાન. ૬ દેવકી રાણીને થઈ રે, રાત્રી તે વર્ષ હજાર; વાંદવા આવી પ્રભાત સમેરે, પૂછે મારો પ્રાણ આધાર. ૭ પૂછતા પ્રભુ માંડી કહે રે, રાત્રીની વિગત વાત; કૃણ દેખી હૈયુ કુટશે રે, તેણે કર્યો કષિનો ઘાત. ૮ ઉપશમ સુધારસ સેવતા રે, પામ્યા અવિચલ રાજ; મન રંગે સાધુ મહંતના રે, ગુણ ગાવે શ્રી જિનરાજ. ૯ [2] ૪૨. શ્રી ગોશાળાની સજઝાય ? કંચન કેરી કિંમત જ્યારે.. કસોટીએ અંકાય છે.. એમ જ સાચા સંતની.. અગ્નિ પરીક્ષા થાય રે. મહાવીર ને પણ મલ્યો ગોશાળો.. ૧ એક વખતનો શિષ્ય હતોને.. પછી ભાંડતો ગાળો.. વીરની સાથે વનવગડામાં.. વિચરતો પગપાળો રે.. મહાવી૨૦ ૨ શિષ્ય હતો તે સાથે ફરતો.. સુખ દુઃખ સાથે સહતો.. કઈ કઈ વેળાએ ટાઢ તાપમાં.. ભૂખ્યો તરસ્યો રહેતો રે.. મહાવીર. ૩ ગુરૂની સાથે રહી ગોશાળાએ.. ઘણું મેળવ્યું જ્ઞાન.. જ્ઞાન નહિ જીરવાયું ત્યારે.. ઉભરાયું અભિમાન રે.. મહાવીર. ૪ વીરની જેમ સર્વજ્ઞ પણાનો.. કરવા માંડ્યો ચાળો.. મુજથી બળીયો કોણ છે જગમાં.. ઘણું જાણવા વાળો રે. મહાવીર. ૫ સંત મહાત્મા થઈને બેઠો.. સંઘની સ્થાપના કીધી.. વીરની સાથે હરીફાઈની.. ચેષ્ટા એણે કીધી રે.. મહાવીર૦ ૬ ફરતા ફરતા એકદિવસ ત્યાં.. મહાવીર સ્વામી પધાર્યા.. . લડાઈના રસિયા લોકોએ.. અંગારા સળગાવ્યા રે.. મહાવીર૦ ૭ ગર્જતો ગોશાળો આવ્યો. ભરતી મોટી ફાળો.. ઉશ્કેરાયા વીરના સાધુ. સહન ન થઈ ગાળો રે.. મહાવીર૦ ૮ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy