SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વેદના અનંતી સહી, સમતા રસ પીધો રે. ચિરંજીવો. ૧૭ ધન્ય જન્મ ધયોં તુમે, ગજસુકુમાલ રે; કર્મ ખપાવ્યા તુમે, હૈયે ઘરી હામ રે. ચિરંજીવો. ૧૮ વિનયવિજય એમ કહે, એવા મુનિને ધન્ય રે; કર્મના બીજ બાળી, જીતી લીધું મન્ન રે. ચિરંજીવો. ૧૯ • ૪૦. ગજસુકુમાલની સઝાય (૨) ગજસુકુમાલ મહામુનિજી સ્મશાને કાઉસગ્ગ; સોમીલ સસરે દેખીને જી, કીધો મહાઉપસર્ગ રે, પ્રાણી ધન ધન એહ અણગાર, વંદો વારંવાર રે. પ્રાણી. ૧ પાળ બાંધી શિર ઉપરે જી, ભર્યા અંગારા રે ત્યાંય; ભડભડ જવાળા સળગતી જી, ઋષિ ચડિયા ઉત્સાહ રે. પ્રાણી- ૨ એ સસરો. સાચો સગો છે, આપે મુકિતની પાઘ; ઈણ અવસર ચૂકું નહિ , ટાળું કર્મવિપાક રે. પ્રાણી ૩ મારું કાંઈ બળતું નથી જી, બળે બીજાનું રે એહ; પાડોશીની આગમાં જી, આપણો અળગો ગેહ રે. પ્રાણી. ૪ જન્માક્તરમાં જે કર્યા છે, આ જીવે અપરાધ, ભોગવતાં ભલી ભાત શું છે, શુકલધ્યાન આસ્વાદ રે. પ્રાણી ૫ દ્રવ્યાનલ ભાવાનલે જ, કાયા કર્મ દહંત; અંતગડ હુવા કેવળી છે, ધર્મરત્ન પ્રણમંત રે. પ્રાણી૬ [X] ૪૧. ગજસુકુમાલની સઝાય (૩). સંવેગરંગમાં ઝીલતો રે, મનશું કરે રે આલોચ; પ્રભુવાણી સુણીને થયો રે, દીક્ષા લીયે સોલ વર્ષ. યાદરવરાય ! ધન ધન ગજસુકુમાલ, તેહને કરું વંદના ત્રણ કાળ. ૧ પ્રભુ પાસે સંયમ આદર્યો, તેના ચઢતા છે પરિણામ; મન વચ કાયા વશ કરી રે, જો હું પામુ કેવળજ્ઞાન. ૨ મુકતે જાવા મુનિ ઉતાવળો રે, પૂછે પ્રભુને એમ; કેવલ કયારે આવશે રે, પ્રભુ ભાખે રાત્રે આજ. ૩ સ્મશાનમાં જઈ કાઉસગ્ગ રહ્યા રે, તેણે સાંજે ગજસુકુમાલ; આ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy