________________
અરિહંત ગણધર નિયમા તીરથ તીર્થપતિ જસ નામ અરિહંત સૂરિ પાઠક મુનિવર ચઉહિ તીરથ ધામ...ધન્યજિન ૩ શ્રુતકેવલી દશપૂર્વી ગણધર પ્રત્યેક બુદ્ધ જિન કહીએ એ ચઉવિહસંઘ તીરથ પ્રભુની આણા શિરપર વહીએ... ધન્યજિન ૪ દરશન નાણ ચરણ એ તીરથ રત્નત્રયી જસ નામ તીરથ સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા ગુણ વિસરામ.. તીરથ૦ ૫ દ્વાદશાંગી પ્રવચન સંઘ તીરથ અરિહા ઓપમ જે હવે વિશેષાવશ્યક વળી ભગવતી ટીકા નમો તિત્યસ્સ કહે એહને... તીરથ૦ ૬ જ્ઞાની જ્ઞાન થકી જે તરીઆ પ્રવચન સંઘ પસાય પ્રવચન સંઘ શ્રીતીરથરાજજી નમો- તિત્યસ્સ કહેવાય... તીરથ૦ ૭ એ સહુ જંગમ તીરથ પ્રભુને વંદો વાર હજાર તેજપાલ ઈમ પ્રણમે તીરથ દીપવિજય જયકાર... તીરથ૦ ૮
ઢાળ ચોથી ધ્યાવે થાવર તીર્થને રે તેજપાલ એક ધ્યાન સિદ્ધાચલ ગિરનારજી રે સમેતશીખર બહુમાન રે
ભવિયાં ! વંદો તીરથરાજ જેહથી સીઝે વંછિત કાજરે ભવિયાં ૧ પાંચ કલ્યાણક ભૂમિકા રે બહુ મુનિવર નિર્વાણ પાદુકા પ્રતિમા વંદીએ રે દેખી તે અહિઠાણ રે... ભવિયાં રે તેજપાલ ઈમ ચિંતવી રે હરખ્યો તીરથ કાજ ધનદત્ત શેઠને વિનવે રે અનુજ્ઞા દિયો ગુણરાજ રે... ભવિયાં ૩ અગીયાર હજાર ને પાંચસે રે તેત્રીસ સોનૈયા લીધા નામે ઉધારે લખાવીને રે પંથે પ્રયાણ તે કીધ રે... ભવિયાં જ યાત્રા કરી ઘેર આવતાં રે મારગમાં તેજપાલ મરણ લહું શુભગતિ હુઈ રે દેણાનો રહ્યો અંજાલ રે... ભવિયાં ૫ ધનદત્તશેઠ મરણ લહી રે સંગમો થયો ગોવાળ મુનિદાન ખીર પ્રભાવથી રે હુઓ શાલિભદ્ર પુણ્યપાલ રે. ભવિયાં ૬ તેજપાલ તીર્થ પ્રભાવથી રે ગોભદ્રશેઠ હુઓ નામ પુત્રપિતા દોય અવતર્યા રે રાજગ્રહી શુભ કામ રે... ભવિયાં ૭ દેણું તેજપાલ ભવતણું રે દીધું શેઠ ગોભદ્ર
સક્ઝાય સરિતા