________________
દુષ્કર તપ કરી કાયા ગાળી, શિવ સુખ લહે આણંદી રે. અહો૧૧ ભવિયણ એહવા મુનિવર વંદી, માનવભવ ફળ લીજે રે; કરજોડી મુનિ મોહન વિનવે, સેવક સુખિયા કીજે રે. અહો. ૧૨ ૩૮. (ખ) ખંધકમુનિની સઝાય (૨)
(ઢાળ-૩)
દુહા
શ્રી મુનિસુવ્રત જિન નમું, ચરણયુગલ કરજોડી સાવFિપુર શોભતું, અરિ સબળા બળ તોડી.. ૧ જિતશત્રુ મહીપતિ તિહાં, ધારિણી નામે નાર ગૌરી ઈશ્વર સુનું સમ, અંધક નામે કુમાર... ૨ સ્વસા પુરંદરા મનોહરૂ, રૂપે જીત્યો અનંગ દિનકર ઈદુ ઉતરી, વસીયો અંગોપાંગ... ૩ કુંભકાર નયરી ભલી, દંડકરાય વરિષ્ઠ જીવ અભવ્યનો દુધી, પાલક અમાત્ય કુધિષ્ઠ.... ૪ માતા પિતા સવિ મલી કરી, પુરંદર કન્યા જેહ આપી દંડક રાયને, પામી રૂપનો છે હ.. ૫ એક દિન વિહરતા પ્રભુ, સાવત્યિ ઉદ્યાન વીસમા ભવિ પ્રતિબોધતા, સમોસર્યા જિનભાણ... ૬ સુણી આગમ ખંધક વિભુ, નમે ભગવંતને આય સુણી દેશના દર્શન લહી, નિજ નિજ સ્થાનક જાય... ૭ કુંભકાર નયરી થકી, કોઈક રાયને કાજ પાલક સાવલ્થિ ભણી, આવ્યો સભાએ રાજ... ૮ પાલક બોલે સાધુડા, અવગણના ભંડાર નિસુણી ખંધક તેહને, દીધી શિક્ષા લગાર... ૯ પાલક ખંધક ઉપરે, થયો રે ક્રોધાતુર પછી તે નિજસ્થાનક ગયો, દંડકરાયને પૂર... ૧૦ એહવે મુનિસુવ્રત કને, નમી બંધક લીયે વ્રત પંચ શત નરની સંગતે, બહુલ કર્યું સુકૃત.. ૧૧
સક્ઝાય સરિતા