________________
એક સમે ભગિની પૂરી પ્રતે, આવીયા સાધુજી સોય રે; ગોખે બેઠી ચિતે બેનડી, એ મુજ બંધવ હોય રે. નમો. ૬ બેનને બાંધવ સાંભય, ઉલો વિરહ અપાર રે; છાતી લાગી છે ફાટવા, નયણે વહે આંસુડાની ધાર રે. નમો) ૭ રાય ચિતે મનમાં ઈસ્યું, એ કોઈ નારીનો જાર રે; સેવકને કહે સાધુની, લાવોજી ખાલ ઉતાર રે. નમો. ૮
ઢાળ ૨ રાય સેવક તવ કહે સાધુને, ખાલડી જીવથી હણશું રે, અમ ઠાકુરની એહ છે આણા, એ અમે આજ કરીશું રે; અહો અહો સાધુજી સમતાના દરિયા, મુનિ ધ્યાન થકી નવિ ચલિયા રે. ૧ મુનિવર મનમાંહિ આણંદ્યા, પરિષહ આવ્યો જાણી રે; કર્મ ખપાવવાનો અવસર એહવો, ફરી નહીં આવે પ્રાણી રે. અહ૦ ૨ એતો વળી સખાઈ મલીયો, ભાઈથકી ભલેરો રે; પ્રાણી તું કાયરતા પરિહરજે, જિમ ન થાયે ભવ ફેરો રે. અહ૦ ૩ રાય સેવકને તવ કહે મુનિવર, કઠણ ફરસ મુજ કાયા રે; બાધા રખે તુમ હાથે થાયે, કહો તિમ રહીએ ભાયા રે. અહો૦ ૪ ચારે શરણાં ચતુર કરીને, ભવ ચરમ આવતું રે; શુકલધ્યાનશું તાન લગાવ્યું, કાયાને વોસિરાવે રે. અહો૦ ૫ ચડચડ ચામડી તેહ ઉતારે, મુનિ સમતારસ ઝીલે રે; ક્ષપકશ્રેણિ આરોહણ કરીને, કઠિણ કરમને પીલે રે. અહો૦ ૬ ચોથું ધ્યાન ધરંતા અંતે, કેવળ લઈ મુનિ સિધ્યા રે; અજર અમર પદ મુનિવર પામ્યા, કારજ સઘળાં સિધ્યા રે. અહો૦ ૭ એહવે તે મુહપત્તિ લોહીએ ખરડી, પંખીડે આમિષ જાણી રે; લેઈને નાંખી તે રાજદુવારે, સેવકે લીધી તાણી રે. અહ૦ ૮ સેવક મુખથી વાત જ જાણી, બહેને મુહપત્તિ દીઠી રે; નિશ્ચય ભાઈ હણાયો જાણી, હઈડ ઊઠી અંગીઠી રે. અહો- ૯ વિરહ વિલાપ કરે રાય રાણી, સાધુની સમતા વખાણી રે; અથિર સંસાર સંવેગે જાણી, સંજય લીયે રાય રાણી રે. અહ૦ ૧૦ આલોઈ પાતકને સવિ ઇડી, કઠિન કર્મને નિંદી રે; [ સક્ઝાય સરિતા