________________
મસાણ ભૂમિ લઈ ગયા જી રે કંપ્યા નહિં રે લગાર, ત્વચા ઉતારી જીવતાંજી રે હણ્યો નાનેરો બાળ.. મુનીશ્વર૦ ૭ જન સઘળા જમી આવીયાજી રે શોધવા લાગ્યા રે ત્યાંય. તે નયણે દેખે નહિંજી રે હૈડા ફાટી રે જાય.. મુનીશ્વર૦ ૮ જન જઈ રાયને મલ્યાજી રે રાજા પૂછે રે વાત, કઈ નગરીના કિહાં વસોજી રે રહેતા કોની રે પાસ.. મુનીશ્વર૦ ૯ અવંતી નગરી સોહામણીજી રે રાજા કેતુ યુવરાય, ખગ્ન કુમારે દીક્ષા ગ્રહી રે રહેતા તેહની રે પાસ..મુનીશ્વર૦ ૧૦ વિના વિચારે મેં ક્યુંજી રે હણતાં ન ર્યો વિચાર, હા ! અણઘટતું મેં કર્યુંજી રે હણ્યો રાણીનો રે વીર. મુનીશ્વર૦ ૧૧ રાણીયે સંયમ આદર્યોજી રે રાજા જંપ ન થાય, . ઘેર જવું ગમતું નથી રે લીધો સંયમ ભાર.. મુનીશ્વર૦ ૧૨ પાંચસે સુભટ ભેળા થઈજી રે મળીને કરે રે વિચાર, પંચ સમિતિ ત્રણ ગુપ્તિનોજી રે મળીને કીધો વિચાર.. મુનીશ્વર૦ ૧૩ કર્મ ખપાવી હુઆ કેવલજી રે પૂર્યા મનનાં કોડ, વિનયવિજયની વિનતિ રે સુમતિવિજયની રે જોડ.. મુનીશ્વર૦ ૧૪ ૩૮. (ક) ખંધકમુનિની સઝાયો
ઢાળ ૧ નમો નમો અંધક મહામુનિ, અંધક ક્ષમા ભંડાર રે; ઉગ્ર વિહારે મુનિ વિચરતા, ચારિત્ર ખડ્ઝની ધાર રે, નમો૧ સમિતિ ગુમિને ધારતો, જિતશત્રુ રાજાનો નંદ રે; ધારણી ઉદરે જનમિયો, દર્શન પરમાનંદ રે. નમો ૨ ધર્મઘોષ મુનિ દેશના, પામીયો તેણે પ્રતિબોધ રે; અનુમતિ લેઈ માયતાતની, કર્મ શું યુદ્ધ થઈ યોદ્ધ રે. નમો૩ છઠ અઠ્ઠમ આદે અતિ ઘણા, દુષ્કર તપ તનુ શોષ રે; રાત દિવસ પરિસહ સહે, તો પણ મન નહિ રોષ રે. નમો ૪ દવ દીધા ખીજડા દેહમાં, ચાલતાં ખડખડે હાડ રે; તો પણ તપ તપે આકરા, જાણતાં અથિર સંસાર રે. નમો. ૫
સક્ઝાય સરિતા