________________
ઢાળ ૩ દુ:ખભર હૈડે રોવતો રે પૂછે કૃષ્ણને એમ દ્વારિકા શું દાધી ખરી રે જ, કેરો ક્ષય થયો કેમ રે મળ્યું સર્વે કહ્યું જિન મેમરે તુજ દેખીને ચિંતુ એમ રે
ભાઈ એહ બની ગયું કેમ રે ? કર્મતણી ગતિ એહવી મેરે લાલ... ૧ કૃષ્ણ પણ માંડી કહ્યો રે દ્વારિકા કેરો દાહ સાંભળી રૂદન કરે ઘણું રે રોવરાવે વૃક્ષની સાહ રે તસ ઉપન્યું દુઃખ અથાહ રે ભાઈ માર્યો વિણ અપરાધ રે મુજ હોશે નરકનો રાહ રે કર્મતણી ગતિ એવી મેરે લાલ... ૨ રૂડું કરતાં ભૂંડું થયું રે પૃથ્વી આપો માગ એહ શરીરે નરકમાં રે અમને છે દુ:ખનો લાગ રે મુજ નરકથી અધિક દુઃખ લાગ રે મુજ કૃષ્ણ ઉપર બહુ રાગ રે તેહને માર્યો વિણ આગ રે કર્મતણી ગતિ એવી મેરે લાલ.. ૩ પ્રભુએ જ્યારે ભાખીયું રે મરણ ન પામ્યો કેમ મુજ મરતાં ઓછું કિયું રે તુજ જીવતાં જગ ખેમ રે તવ કૃષ્ણ કહે ઘરી પ્રેમ રે મત શોક કરો તુમ એમ રે નીપજ્યુ પ્રભુએ કહ્યું તેમ રે કર્મતણી ગતિ એવી મેરે લાલ... ૪ કૌસ્તુભ લેઈ જાઓ તુમે રે વહેલાં પાંડવ પાસ આગળ પાછળ જોવતો રે કહેજો દ્વારિકાનો નાશ રે વહેલો તું ઈહાંથી નાશ રે નહિં તો બળદેવની પાસ રે જમરાયને આધીન થાસ રે કર્મતણી ગતિ એવી મેરે લાલ... ૫ વિપરીત પગલાં થાપજો રે જેમ નાં પુઠે રામ પાંડવને ખમાવજો રે અમચો અપરાધ તમામ રે રાજ્ય અંધ ગરવને ધામ રે દૂરે આપ્યું રહેવા ઠામ રે અન્યાય કર્યો અમે તામ રે દ્રોપદી લઈ વળીયા જામ રે... ૬
( દુહો શીખ લેઈ વાસુદેવની જરા કુમાર હવે જાય
પાછું વાળી જુએ બહુ અંતરમાં અકળાય... ૧
સઝાય સરિતા