________________
ઢાળ ૪
જરા કુમાર એમ સાંભળી રે કાઢ્યું પગથી બાણ કૌસ્તુભ લઈને તે ગયો રે પગલાં વિપરીત મંડાણ રે વેદના હરિને અપ્રમાણ રે તૃણ સંથારો કરી રાણ રે બોલે એમ અવસરના જાણ રે કર્મતણી ગતિ એહવી મેરે લાલ... કર્મ૦ ૧ જિનવરને નમું હર્ષથી રે શક્રે પ્રણમિત પાય શાશ્વત સુખ પામ્યા જીકે રે તે સિદ્ધ નમું નિરમાય રે આચારજ ઉવજઝાય રે વળી સાધુતણાં સમુદાય રે
શિવ સાધન સીધે ઉપાય રે... કર્મ૦ ૨ મુજને જસ ઉપકાર મુજને દેખો ઈણ ઠાર રે જ્ઞાનાદિક ગુણ ભંડાર રે અતિશય વર ચોત્રીસ ધાર રે... કર્મ૦૩
નમીએ નેમિ જિનેશ્વરૂ રે ભવ્ય જીવ પ્રતિબોધતાં રે તુમે જગવત્સલ હિતકાર રે
જેહ કરી આશાતના રે તેહ ખમાવું સ્વામ વારંવાર નમું શિરનામ રે સહુ ગણજે મિત્રને ઠામ રે
તુમ ઉપકાર ન વીસરૂં રે જીવડા ! સહુ જીવને ખામ રે
એમ પામીશ શાશ્વત ધામ રે... કર્મ૦ ૪
બેસી સંથારે ચિંતવે રે ધન્ય શ્રી નેમિ જિણંદ વરદત્તાદિક રાજવી ૨ે તજી ગેહ થયા મુણીંદ રે જસ દૂર ટળ્યા દુ:ખ દંદ રે શાંબાદિક કુમરના વૃંદ રે
ધન્ય ચિતવે એમ ગોવિંદ રે... કર્મ૦ ૫
દુહો
કરતાં એમ અનુમોદના ઉત્તમ ધર્મની સાર એહવે મનમાં આવતી લેશ્મા દુષ્ટ તેણી વાર... ગતિ તેહવી મતિ સંપજે જેણે અશુભાયુ બદ્ધ શુભ લેશ્યા દૂરે ગઈ તીવ્ર વેદન પ્રતિબદ્ધ...
ઢાળ પ
રાજીમતી રૂકિમણી પમુહારે ધન્ય જાદવની નાર
સજ્ઝાય સરિતા
૧
૨
૭૩