________________
નિકટનો પરિચય... વગેરે કામનાં સાધનો છે. તેના જ્ઞાનથી કામની અભિલાષા દ્વારા જીવ તેની પ્રાપ્તિ વગેરે માટે પ્રયત્નરત બને છે. આ રીતે રૂપાદિનું(કામને ઉદ્દેશીને) વર્ણન જેમાં કરાય છે, તે કથા કામકથા છે. કામને હેય માનીને રૂપાદિનું અસારાદિ સ્વરૂપે જેમાં વર્ણન કરાય છે તે કામકથા નથી. કામમાં પ્રવૃત્તિ કરાવવાના ઉદ્દેશથી જ્યારે કામપ્રધાન કથા કરાય છે ત્યારે તે રૂપાદિના વર્ણનના પ્રાધાન્યવાળી કથાને અહીં કામક્થા તરીકે વર્ણવી છે.... ઈત્યાદિ વિવેકપૂર્વક સમજી લેવું. ૯-૩
હવે ત્રીજી ધર્મકથાનું સ્વરૂપ વર્ણવાય છે - तृतीयाक्षेपणी चैका, तथा विक्षेपणी परा। अन्या संवेजनी निर्वेजनी चेति चतुर्विधा ॥९-४॥
“ત્રીજી ધર્મકથા-‘આક્ષેપણી, વિક્ષેપણી, સંવેજની અને નિર્વેજની આ ચાર પ્રકારની છે.” આ ચોથા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. ધર્મપ્રધાન સ્થાને ધર્મકથા કહેવાય છે. ઉપર જણાવ્યા મુજબ તેના ચાર પ્રકાર છે. દરેક પ્રકારનું વર્ણન હવે પછી કરાય છે. સામાન્ય રીતે તે તે શબ્દના અર્થ ઉપરથી તેનું સ્વરૂપ સમજી શકાય છે. શ્રોતાઓના ચિત્તને તત્ત્વ પ્રત્યે આકૃષ્ટ કરે એવી સ્થાને આક્ષેપણીથા કહેવાય છે. તત્ત્વની પ્રત્યે શ્રોતાઓના ચિત્તને જે વિક્ષિણ કરે તેને
DADA DCFDF\
DME DEENDED