________________
વિક્ષેપણીકથા કહેવાય છે. સંવેગને પ્રાપ્ત કરાવનારી કથાને સંવેજનીથા કહેવાય છે અને શ્રોતાઓને નિર્વેદને પ્રામ કરાવનારી કથાને નિર્વેજનીકથા કહેવાય છે. સંવેગ અને નિર્વેદનું વર્ણન હવે પછી તે તે શ્લોકમાં જણાવાશે.
ચાર પ્રકારની ધર્મકથામાંથી પહેલી આક્ષેપણીકથાનું નિરૂપણ કરાય છે
-
||૯-૪૫
आचाराद् व्यवहाराच्च, प्रज्ञप्तेर्दृष्टिवादतः । आद्या चतुर्विधा श्रोतुश्चित्ताक्षेपस्य कारणम् ॥९-५॥
‘ધર્મકથામાં પ્રથમ જે આક્ષેપણીકથા છે; તેના આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદ : આ ચારના કારણે ચાર પ્રકાર છે. આચારાદિના કારણે શ્રોતાના ચિત્તના આક્ષેપનું એ કથા કારણ બને છે. તેથી તે કથાને આક્ષેપણીકથા કહેવાય છે. (આચારાદિનું સ્વરૂપ છઠ્ઠા શ્લોકમાં જણાવ્યું છે.)’-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. જે કથાના શ્રવણથી શ્રોતાનું ચિત્ત તત્ત્વની પ્રતિપત્તિ (સ્વીકાર)ને અભિમુખ બને છે; તેને આક્ષેપણીકથા કહેવાય છે. ‘મિત્યમેવ આ આમ જ છે'-આવી માન્યતા તત્ત્વપ્રતિપત્તિસ્વરૂપ છે. ધર્મની થાના શ્રવણાદિનું એ તત્ત્વપ્રતિપત્તિ ફળ છે. સામાન્યથી કોઈ પણ ક્થા શ્રોતાને
EN ALEX S]\J JX / / 8/7/
૬
KIDNESD LAUG