________________
બીજી કામકથા’નું સ્વરૂપ વર્ણવાય છે – रूपं वयश्च वेषश्च, दाक्षिण्यं चापि शिक्षितम् । दृष्टं श्रुतं चानुभूतं, द्वितीयायां च संस्तवः ॥९-३॥
“રૂપ, વય, વેષ, દાક્ષિણ્ય, શિક્ષિત(અભ્યસ્ત) જોયેલું, સાંભળેલું, અનુભવેલું અને પરિચય વગેરેનું વર્ણન જેમાં કરાય છે તે બીજી કામકથા છે.”-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે રૂપ, વય, વેષ વગેરે કામનાં સાધનો છે. વિષયનો ભોગવટો એ કામ છે. સામાન્ય રીતે વિષયના ભોગ-અનુભવ દ્વારા સુખનો અનુભવ કરવા માટે જે ઈચ્છાય છે તેને કામ કહેવાય છે. કામ શબ્દનો અર્થ ખૂબ જ પ્રસિદ્ધ હોવાથી તે સમજાવવાની આવશ્યક્તા નથી. બોલતાંની સાથે અર્થ પ્રતીત થાય એવો કામ શબ્દ જ્યારે પણ શ્રવણાદિનો વિષય બને છે; ત્યારે ક્ષણવાર તો તેનો અભિલાષ અનાદિકાળના અભ્યાસથી થઈ જાય : એમાં આશ્ચર્ય નથી. વિચિત્રતા અનુભવ્યા પછી પણ એ અનાદિકાળના સંસ્કાર નષ્ટ થતા નથી. એના અનુબંધનું સાતત્ય સતત અનુભવવા મળે એવા એ વિચિત્ર સંસ્કારો છે.
વિષયોનું સુંદર સ્વરૂપ; ભોગસમર્થ યૌવનાદિ વય; આકૃષ્ટ કરે એવા ઉજજવળ વસ્ત્રાદિનું પરિધાન; સ્વભાવની મૃદુતા; કામના વિષયોનું પરિજ્ઞાન; જોયેલી, સાંભળેલી તેમ જ અનુભવેલી અદ્ભુત વસ્તુ અને વિષયોનો અત્યંત