________________
ત્યારે સાકરનાં મીઠા કાંકરા સમાન વર્તમાનમાં તત્કાળ મીઠાશ. આપનાર ઉત્તમ જીવનચરિત્ર અને મનોહર આખ્યાયિકાઓ (કથાઓ) સાથે તત્વજ્ઞાનને બોધ આપે છે. સ્થાની સિક્તા સાથે તત્વજ્ઞાનને બેધ લઈને વિચારવાન છે યોગ્યતા વધવા. સાથે તત્ત્વજ્ઞાનના અનુભવી થઈ પરિણામે આત્મજ્ઞાની થવારૂપ નિરોગતા પામે છે. એ રીતે પણ પોપકારી પુરુષોને પુરુષાર્થ ફળીભૂત થાય છે. આ આચાર્યશ્રીએ પણ આવું જ અનુકરણ કર્યું છે એમ મારું માનવું છે.
: મલયાસુંદરી ચરિત્રની માફક આ ચરિત્રમાં એક જ વાર્તા પૂર્ણ થતાં સુધીમાં લંબાયેલી નથી. પણ અનેક પ્રક્ષેપક સ્થાઓ ધર્મ દેશનાદિ પ્રસંગમાં દાખલ કરવામાં આવી છે. આમ કરવાનું કારણ પૂર્વે બતાવ્યું તેમ જીવોને અનેક પ્રકારે ધર્મબંધથી વાસિત કરવા એજ છે. વળી કેટલાક પ્રસંગે એવા હોય છે કે દષ્ટાંત આપવાથી ધણી. સહેલાઈથી સમજ થવા સાથે તે સંસ્કાર સ્ત્રીભૂત થાય છે. આવા ઈરાદાથી દાખલ કરાયેલા દષ્ટાંતે જીવનચરિત્રના દૂષણને બદલે ઉપદેશ ની સચોટ અસર કરવા માટે ભૂષણરૂપ થાય છે. - જીવનચરિત્રે સાંભળવાથી કે વાંચવાથી શું શું ફાયદાઓ થાય છે, અથવા તેમાંથી મનુષ્યએ શું શું ગ્રહણ કરવું જોઈએ તે વાત આ ચન્દ્રિમાં જ પ્રસંગોપાત જણાવવામાં આવી છે. એટલે તે વિષે અહીં લખવામાં આવતું નથી. - આ ચરિત્રની ઉથાનિકા સીધી રીતે થયેલી નથી, પણ પોતાની હેનના મરણથી પીડાતા અંત:કરણને શાંતિ આપવા માટે ધનર્ષિળ, ગીરનારના પહાડ ઉપર જાય છે, ત્યાં તેને વ્યંતર નિકાયની દેવી કિન્નરી સાથે મેળાપ થાય છે. તેના મુખથી ધનપાળ પાસે આ ચરિત્ર પ્રગટ થયેલું છે.