SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭૩) ત્રણ જગતમાં સારભૂત અંગે પગાદિ તત્વનાં અનેક પુસ્તક ભક્તિથી લખાવ્યાં. આ પ્રમાણે વિવેકવાળી સુદર્શનાએ પિતાના દ્રવ્યને સાતે ક્ષેત્રોમાં અખંડ પરિણામે છૂટથી વ્યય કર્યો. અશોક, બકુલ, ચંપક, પાડલ અને મંદારાદિ વૃક્ષોની ઘટાવાળું અને સર્વ ઋતુઓનાં પુવાળું એક સુંદર ઉધાન જિનાયતનને માટે આપ્યું. ઇત્યાદિ સર્વ કર્તવ્યોથી સંપૂર્ણ જિનમંદિર બંધાવો-બનાવી તેમાં નીચે પ્રમાણે પ્રશરિત લખવામાં આવી. પરમ ભક્તિથી નમન કરતા ઇંદ્રાદ્રિ દેવોના મુગટના મણિઓથી જેના ચરણો સંઘટિત થઈ રહ્યા છે. તથા ભકિતરસના આવેશમાં દેવેંદ્રો જેઓની વિવિધ ભંગીથી સ્તુતિ કરી રહ્યા છે તે શ્રીમાન મુનિ સુવ્રત સ્વામી વીસમા તીર્થાધિપતિ તમારું રક્ષણ કરે. મોક્ષનગરના દ્વાર ખોલવામાં મદદ કરનાર આ શકુનિકાવિહાર (સમળી મંદિર) સર્વે સ્થળે પ્રસિદ્ધિ પામેલો અને વંદનીય છે. જિનેશ્વરના વચનામૃતોની દેએ પણ અનેકવાર સ્તુતિ કરી છે. તે મહા પ્રભુની વાણી અમને શ્રતજ્ઞાનરૂપ દિવ્ય નેત્રો આપો. એક, બે, ત્રણ, ચાર, પાંચ કે છે ખંડના અધિપતિ રાજા, મહારાજાઓ અથવા એકાદિ ગામના અધિપતિ ઠાકર તમે મારું વચન સાંભળો. હે કૃતપુ ! પરોપકાર પ્રવીણે! કુલીને ! ભવભયથી ભય પામેલાઓ હું તમને એક વિજ્ઞપ્તિ કરૂં છું કે, કમલિનીના પત્ર ઉપર રહેલા જળબિંદુની માફક જીવિત વ્યને ચપળ જાણું અથવા શરદ ઋતુના અભ્રપટળોની માફક સંપત્તિને ક્ષણભંગુર જાણ તમે જિનધર્મ કરવામાં સાવધાન થાઓ. હું સિંહલદ્વીપના અધિપતિ શ્રીમાન શિલામેધ નરાધિપતિની પુત્રી કુમારી સુદર્શના છું. મને પૂર્વ પાડ્વા જન્મનું જ્ઞાન થયું છે. તેનાથી પૂર્વજન્મમાં વિવિધ પ્રકારના અનુભવેલાં દુખેનું સ્મરણ મને
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy