________________
(૩૭૨) પ્રકાશ કરતાં, માણિક્ય જડેલાં કુંડળો જિનેશ્વરના કપાળ મૂલ આગળ સ્થાપવામાં આવ્યાં. જગતગુરુની નિર્મળ કીર્તિના કંદની માફક દાળ મોતીઓને હાર વિશાળ હૃદયપટ્ટ પર પહેરાવવામાં આવ્યું. સકળ જગજંતુઓનું હિત કરનાર જિનેશ્વરના વક્ષસ્થળમાં રાજપુત્રીએ સ્થાપન કરેલું શ્રીવચ્છ પુન્યના પુંજની માફક શોભતું હતું. ત્રણ ભુવનના રૂપને જીતનાર ભુવનનાથના બાહુ યુગલ ઉપર રાજકુમારીએ સ્થાપન કરેલ કેયુર યુગલ સુર, નરના પ્રત્યક્ષ સુખની માફક શોભતું હતું. મંદાર, બકુલ, ચંપક, પાડળ, મચકુંદ, સતપત્ર, કુંદ, માલતી, ગુલાબ, મોગરો, જાઈ, જુઈ, તકી પ્રમુખનાં સુગંધી પુષ્પોની માલા, પ્રભુના કંઠસ્થળમાં આરોપણ કરી. આ પ્રમાણે રાજકુમારી તે પ્રભુની ત્રિકાળ પૂજા કરવા લાગી. જિનેશ્વરની આગળ ધૂપ નિમિતે. બળતા અગર, કર્યુંરાદિ, તેમાંથી નીકળતો ધૂમ તે જાણે રાજપુત્રીને. પાપ પુંજ બળતો હોય તેમ જણાત હતો.
, કંસાલ, કાહલ, મૃદંગ, ઝાલર, ભંભા, માદળ, પણવ, શંખ, નંદી વગેરે જિનેવર આગળ વગાડાતા વાજીંત્રના શબ્દો જાણે રાજકુમારીના જયને પડહ દુનિયામાં વાગતો હોય તેમ કવિઓ અનુમાન કરતા હતા.
સુદર્શનાએ જિનેશ્વરની આગળ ગીત, નૃત્યાદિ ભક્તિ કરવા માટે, રતિના રૂપને જીતે તેવી સ્વરૂપમાન, સ્ત્રીઓની સઠ કળાને જાણનારા, નવ પ્રકારના રસથી પુલકિત અંગવાળી અને ધન, કનકાદિ સમૃદ્ધિ પાન અનેક વિલાસણુઓ પિતાની પાસે રાખી.
રાજકુમારીએ, દુઃખિયાં, દુઃસ્થિત મનુષ્યો માટે અનેક પ્રકારનાં ભોજનની સામગ્રીવાળી અનેક દાનશાળાઓ ચાલુ કરી.
સ્વધર્મીઓ માટે દાનશાળા, ઔષધશાળા અને ધર્મશાળાઓ, બંધાવી. મુનિઓને ભક્તિ પૂર્વક નિર્દોષ આહાર. સુપાત્ર બુદ્ધિથી પિતાને હાથે આપવા લાગી.