________________
(૨૫૬)
કાસન, ઉત્કટિકાસન, દંડાસન, વજાસન વિગેરે આસને બેસી ધ્યાન કરી રહ્યા હતા. કેટલાક મુનિઓ ઊભા ઊભા કાયોત્સર્ગ કરતા હતા. કેટલાએક આતાપના લેતા હતા. કેટલાએક મુનિઓ નિકાચિત દુર્જય કર્મ-શત્રુઓને હઠાવવા માટે છઠ્ઠ, અઠ્ઠમ, દસમ, દુવાલસ, અધ. માસ અને માસક્ષપણાદિ તપ કરી બેઠા હતા. કેટલાએક મુનિએ ગુરુ પાસે સિદ્ધાંતની વાચના લેતા હતા. કઈ સંશયવાળાં રથળોની અંક પૂછતા હતા. કોઈ ભૂલી ન જવાય માટે વારંવાર શ્રતનું પરાવર્તન-ગણવાનું કરતા હતા. કેટલાએક મુનિએ અંતરંગ શત્રુઓ જે કામ, ક્રોધ, માન, માયા, લેભ, નિદ્રા, વિકથા, મોહ અને ઈકિયાદિના વિજય કરવાના વિચારમાં લીન થયેલા જણાતા હતા. કેટલાએક અસંયમક્રિયાથી બચવાને ઉપાય શોધતા હતા, તો કોઈ રાગદેષને વિજય કરવાના ઉપાય બીજા મુનિઓને પૂછતા હતા.
કાંસાની માફક નિર્લેપ, શંખની માફક રાગથી નહિં રંગાયેલા, જીવની માફક અપ્રતિબદ્ધ, આકાશની માફક નિરાલંબન, શરઋતુના જળની માફક નિર્મળ, કમળ પત્રની માફક વિષય પંકથી નિર્લેપ, કાચબાની માફક ઇક્રિયાને વિષયોથી છુપાવનારા, ગેંડીના શ્રેગની માફક એકાકી, ભારંડની માફક અપ્રમત્ત, હાથીની માફક બલવાન, વૃષભની માફક ઉપાડેલ સંયમભારને નિર્વાહ કરનાર, સિંહની માફક પરીષહ પશુઓથી દુજય. મેરૂપર્વતની માફક અક્ષમ્પ, સમુદ્રની માફક ગંભીર, ચંદ્રની માફક શીતળ-શાંત, સૂર્યની માફક તપતેજથી દેદીપ્યમાન, પક્ષીઓની માફક કુક્ષીશંબલ, પૃથ્વીની માફક સુખ દુઃખાદિ સર્વ સહન કરનાર અને અગ્નિની માફક કર્મઈધન બાળવામાં તત્પર. ઇત્યાદિ સિદ્ધાંતમાં કહેલી વિવિધ પ્રકારની ઉત્તમ ઉપમાને ધારણ કરનાર અનેક મુનિઓ ત્યાં સુદર્શોનાના દેખવામાં આવ્યા.
જ્ઞાન, ધ્યાન કરવામાં અશક્ત મુનિઓ બીજા ગુણવાન મુનિઓની વૈયાવ્રત્યાદિ ભક્તિ કરી રહ્યા હતા. ઇત્યાદિ મુનિઓના પરિવારને દૃષ્ટિથી નિહાળતી, હાથથી નમસ્કાર કરતી અને મનથી પ્રમોદ પામતી સુદશના આગળ ચાલી.