________________
(૨૧૫)
લાગી, આરંભના કાર્યો બંધ કરાયાં. કારાગૃહમાંથી બંદીવાને છેડી દેવામાં આવ્યા. વારાંગનાઓ નાચવા લાગી. સધવા સ્ત્રીઓ મંગલિક ગાવા લાગી. મંગલિકનાં વાજી2 વાગ્યાં. અક્ષતનાં પાત્ર રાજકારમાં જવા લાગ્યા.
ઇત્યાદિ મહાવિભૂતિવાળો, રાજાના અને પ્રજાના હર્ષ વચ્ચે મહેચ્છવ શરૂ થયો. જ્ઞાતિ વગેરે પ્રીતિભોજન અને ગરીબોને આનંદી ભજન, વસ્ત્રાદિના સત્કારપૂર્વક યોગ્ય દિવસે કુમારનું નરવિક્રમ નામ આપવામાં આવ્યું.
અનુક્રમે વૃદ્ધિ પામતે રાજકુમાર આઠ વર્ષને થયો એ અવસરે કાતિક શુકલ પંચમી, ગુરૂવાર અને પુષ્ય નક્ષત્રે રાજાએ લેખાચાર્ય પાસે ભણવા કુમારને મૂકો.
ગુરૂની કૃપા, પિતાને દૃઢ પ્રયત્ન અને કર્મક્ષપશમના પ્રમાણુમાં, થોડા વખતમાં તે અનેક કળાને પારગામી થયે.
લેખક, ધનુવિધા, ગાંધર્વકલા, પત્રધ, લોકવ્યવહાર, નરનારી, અશ્વ, હાથીપ્રમુખનાં લક્ષણો, ચિત્રકમ, મંત્રપ્રયોગ, પરચિત્ત ગ્રહણ અને શબ્દશાસ્ત્રાદિમાં તે પ્રવીણ થયો. મલયુદ્ધમાં વિશેષ પ્રકારે તેણે પરિશ્રમ કર્યો હતો. - એક વખત રાજસભામાં દેખવા લાયક ઉત્તમ ગીત, નૃત્ય થઈ રહ્યાં હતાં. કુમાર રાજાની પાસે બેઠો હતો એ અવસરે છડીદારે આવી રાજાને વિજ્ઞપ્તિ કરી. મહારાજા ! હર્ષપુર શહેરના દેવસેન રાજાને દૂત આપના દર્શનાર્થે દ્વાર આગળ આવી ઊભો છે. તેને પ્રવેશ આપવા માટે આપની શી આજ્ઞા છે ?
રાજ–તેને જલદી પ્રવેશ કરાવ. રાજાની આજ્ઞા થતાં દૂત સભામાં હાજર થયો, અને નમસ્કાર કરીને, નમ્રતાથી તે આ પ્રમાણે કહેવા લાગ્યા. . મહારાજા! હું હર્ષપુથી આવું છું, અને દેવસેન મહારાજાનાં દૂત છું. અમારા મહારાજા પાસે બે ઉત્તમ રને છે. રૂપ, ગુણમાં