________________
(૧૦૦)
પાળી વીરભદ્ર સુરક્યાં ગયા. ત્યાંથી આવી મનુષ્ય જન્મ પામી નિર્વાણપદ પામશે.
સાર્થવાહ! તમારી આગળ દાન ધર્મ સંબંધી અધિકાર મેં કહી સંભળાવ્યો. સુદર્શના! તમારે સર્વને ગૃહસ્થ ધર્મમાં રહે ત્યાં સુધી આ દાન ધર્મનું પ્રયત્નપૂર્વક પાલન કરવું,
ધર્મદેશના સાંભળી વખત થઈ જવાથી ગુરુમહારાજના જયની ગંભીર ગર્જના કરી લેક પિતતાને કામે લાગ્યા. ગુરુમહારાજ પિતાના ધ્યાનમાં લીન થયા. સાર્થવાહ, સુદર્શના, શીયળતી વિગેરે દેવપૂજન આદિ કર્મમાં પ્રવૃત્ત થયાં. ભજનાદિ કરી પરસ્પર ધમચર્ચામાં દિવસ પસાર કરી, પ્રાત:કાળે વહેલાં ઊઠી, આવશ્યક કર્મ કરી, ઘમશ્રવણ નિમિત્તે સર્વ ગુચ્છા પાસે આવી પહોંચ્યા. ગુરૂશ્રીને વંદન કરી સર્વ શાંતપણે ગુરુ સન્મુખ દષ્ટિ સ્થાપન કરી બેઠા. રીષભદત સાર્થવાહ સવની આગળ બેઠે હતે. ગુરૂશ્રીએ કરુણાબુદ્ધિથી ધર્મદેશના શરૂ કરી.
પ્રકરણ ૨૬ મું.
શીયળ ધર્મ
नियकुलनहयलममलं सीलं सारयससीच धवलेह ॥ सीलण य जंति खयं खिप्पं सव्वेवि दुरियमाणा ॥१॥
પિતાના કુળરૂપ નિર્મળ આકાશતળને શરદ રૂતુના ચંદ્રની માફક શીયળ, ધવલિત યાને પ્રકાશિત કરે છે. શિયળવડે સર્વ પાપને યા દુખને સમૂહ તત્કાળ નાશ પામે છે.
દેશથી અને સર્વથી એમ બે પ્રકારે શીયળ હોય છે. જે ગૃહસ્થ સર્વ પ્રકારે બ્રહ્મચર્ય પાળી શકતા નથી, તેઓએ તેની અમુક મર્યાદા