________________
૧૬૯
અને પરિણામની પ્રબળતાના પ્રમાણમાં જિનદાસ છીએ દેવલોકનું આયુષ્ય બાંધ્યું-સંસાર પરિમિત કર્યો.
ધનપતિ શ્રમણ પણ વીશ સ્થાનમાંથી કેટલાંક સ્થાનકોનું આરાધન કરી, તીર્થંકરનામકર્મ બાંધી નવમ કે મહકિ દેવપણે ઉત્પન્ન થયો. દેવાયુષ્ય પૂર્ણ કરી અહીં અરનાથ તીર્થંકરપણે હું હાલ વિચારું છું. - જિનદાસ ઠોકી ગૃહસ્થધમં પાલન કરો, મરણ પામી, બ્રહ્મદેવલોકે મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી એવી કાંપીયપુરમાં મહર્દિક શ્રાવકને ઘેર પુત્રપણે જન્મ પામ્યો. ત્યાં પણ ઉત્તમ રીતે ગૃહસ્થ ધર્મ પાલન કરી અચુત દેવલોકે દેવપણે ઉત્પન્ન થયે.
સુપાત્ર દાન સંબંધી પુન્યાનુબંધી પુણ્ય અને વિરતિવાળા ગૃહસ્થ ધર્મના પાલનથી તે જિનદાસ અહીં વીરભદ્રપણે જન્મ પામ્યો છે.
પિતાના પૂર્વજન્મનીં શરૂઆતનું વર્ણન અરનાથ તીર્થકર કરતા હતા એ અવસરે વીરભદ્ર પણ ત્યાં આવી પહોંચ્યો હતો. તીર્થ કરના મુખથી પિતાને પૂર્વજન્મ સાંભળી વીરભદ્રને ત્યાં જ ઊહાપોહ કરતાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. ધર્મ ક્રિયાના ઉપકારનું સ્મરણ થતાં તરત જ તેણે ગૃહસ્થ ધર્મને આશ્રય કર્યો અર્થાત ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો. વર્તમાન કાળની યોગ્યતા કે ઉત્સાહાનુસાર ધર્મ-વતાદિ ગ્રહણ કરી, તીર્થકર દેવના ઉપકારનું સ્મરણ કરતો વીરભદ્ર શહેરમાં આવ્યો. પ્રભુ પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા.
: - શ્વસુર વર્ગને પૂછી વીરભદ્ર પિતાના માતા, પિતાને મળવાને માટે તૈયારી કરવા લાગ્યો. વિધાના બળથી વિમાન બનાવી, ત્રણે સ્ત્રીઓ સહિત વિમાનમાં બેસી તામ્રલિતિમાં આવ્યું. માતાપિતાને પગે પડી પ્રમાદિત કર્યા. શહેરના લોકોને આનંદ થયે. પૂર્વજન્મ સંચિત પુન્યને ઉપગ કરી છેવટે સયમ સામ્રાજ્ય અંગીકાર કર્યું. નિરતિચાર ચારિત્ર