________________
( ૧૨૯)
સ્ત્રીઓમાં આસક્ત થયેલા મનુષ્ય જાતિ, કુળ, વિનય, શ્રુત, શિયળ, ચારિત્ર, સભ્યત્વ, અને શરીરના પશુ એક ક્ષણા માં નાશ કરે છે. સ્નેહથી ભરેલી (તેલથી ભરેલી) છતાં સ્વકાર્યાં લજ્જા અને સ્નેહને। ક્ષય કરનારી દીપની શિખાની માફક કલુષતા, અને મીનતાને કરવાવાળી સ્ત્રીઓના તત્ત્વજ્ઞાએ અવશ્ય ત્યાગ કરવા જોઇએ. જળની ( જડની ) સેાખતવાળી, દુઃખે અંત પામી શકાય તેવી, એ પક્ષના ( શ્વસુર, પિયરના ) એ કિનારાના ક્ષય કરવાવાળી, દુરાચારિણી (નદી પેઠે વાં૪ ચુંટી ચાલવાવાળી), નદીની માફ્ક વિષમપથ અને નીચગામની મહિલાએના ત્યાગ કરવા જોઇએ.
દુધથી તૃપ્ત કર્યાં છતાં વિષથી ભરપુર, પગ વિનાની છતાં ગૂઢ પ્રચારવાળી-( પેટથી ચાલનાર ) પક્ષે બહાર નહિ રનારી છતાં ગુપ્ત પ્રચારવાળા, વાંકી ગતિવાળી, દુ:શીલ સ`ણી પક્ષે જીવાના સંહાર કરવાવાળી, સાપણની માફક દુરાચારી સ્ત્રીઓને વિવેકી પુરૂષાએ સંગ મૂકવા જોઇએ.
આ પ્રમાણે સ્ત્રીના સ્વરૂપનું સ્વાનુભવવાળું કથન કરી, સસારથી વિરત થયેલા તે અમિતતેજ વિધાધર રાજાએ વિજયકુમારને જણાવ્યું.
પુત્ર ! શીળવતીના હરણુ કરવારૂપ નિનીય કત્ત વ્યથી અને તારી પાલક માતા રત્નાવળીના દુરાચરણથી મને ધણી લજ્જા અને ઉદ્વેગ થયા છે. તેમજ તાત્મિક દૃષ્ટિથી વિચાર કરતાં આ સંસાર મને દુઃખરૂપ ભાસે છે. આત્મપરાયણ થઇ, શાંતિપદ મેળવવું તે મારૂ ખરૂ કત્તવ્ય સમજાય છે. માટે આ મારી પટ્ટદેવી અને આ રાજ્યના હું નિરંતરને માટે અત્યારે ત્યાગ કરૂ છું. તે રાજ્ય તને સોંપુંછું. તુ તેના સ્વીકાર કર.
પાલક પિતાના આવાં વૈરાગ્યગર્ભિત વચને સાંભળી વિજયકુમારે જણુાવ્યું. પિતાશ્રી ! આપ કહો તેવાજ સંસાર દુ:ખમય