SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ 66 તે વાતો સાંમળી, એટલે મત્રીએ કહેલ ગુપ્ત સ`કેત સભારી તેણે તે બાળકને પેાતાની પાસે ખેલાવી તેને શીતના ઉપદ્રવથી રહિત કર્યાં, અને પ્રાતઃકાળે તેને તે મંત્રી પાસે લઈ ગયા. તેને જોઈ મંત્રી ખડું હુ પામ્યા. તેને ગુપ્ત સ્થાનમાં રાખ્યા, અને સ્નાન, ભેાજનાદિથી તેને સત્કારીને સંતોષ પમાડચો, આવુ' આતિથ્ય જોઇને મગળકળશે વિચાર્યું કે-‘આ આટલે બધા મારા સત્કાર કેમ કરવા હેશે ? વળી મને આ લેક આ પ્રમાણે ગુપ્ત કેમ રાખતા હશે ?” આવે વિચાર કરીને તેણે મંત્રીને પૂછ્યું કે- મારા પરદેશીનો આટલા બધા સત્કાર કેમ કરેા છે ? આ નગરી કઈ છે? આ દેશ કયા છે ? મારૂ શુ કામ છે? આ બધી સત્ય હકીકત મને કહેા, મને તમારા વનથી બહુ આશ્ચય થાય છે. ” તે સાંભળી અમાત્યે કહ્યુ` કે—“ આ ચંપા નામની નગરી છે, અનંગ નામનો દેશ છે. અહી' સુરસુ'દર નામના રાજા છે. તેના હું સુબુદ્ધિ નામનો મુખ્ય પ્રધાન છું. મારાં એક મેાટા કાર્ય માટે તને અહીં લાવવામાં આવ્યે છે. ” ત્યારે તેણે પૂછ્યું કે:-“ એવુ તમારૂ માટું શુ' કાય છે ક્રૂ' મ’ત્રી એલ્યેા કેઃ-સાંભળ, રાજાએ તેની ત્રૈલેાકયસુંદરી નામની કન્યા મારા પુત્રને આગ્રહથી આપી છે, પરંતુ મારા પુત્ર કે।ઢના વ્યાધિથી પરાભવ પામેલે છે, તે કારણથી હું ભદ્ર ! તારે મારા પુત્રને બદલે તે કન્યા સાથે પાણિ ગ્રહણ કરીને તે કન્યા મારા પુત્રને સોંપવારૂપ કાર્ય કરવાનું છે, આ મહાન્ કાર્ય માટે મેં તને અહીં મગાવ્યા છે.” આવાં મત્રીનાં વચન સાંભળીને મગળકળશ આલ્યે કે- અરે 66
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy