________________
૧૦૩
ભોગવવાનું છે. હું કેઈપણ રીતે તારાથી છુટો રહી શકું તેમ નથી.” આ પ્રમાણે તેને નિશ્ચય જાણી મિત્રાનંદને બહુજ આનંદ થયે, અને પરસ્પર તેઓ વિશેષ એકચિત્તવાળા થયા.
ત્યાર પછી તેઓ કરેલા સંકેત પ્રમાણે એક રાત્રીએ ઘેરથી નીકળી અનુક્રમે ફરતા ફરતા પાટલીપુર નગરમાં આવ્યા. તે નગરની બહાર નંદનવન જેવા મનહર ઉધાનમાં ઉંચા ગઢથી વીટાયેલે અને ધ્વજા પતાકાથી શોભતે એક સુંદર મહેલ તેઓએ જે. પાસેની વાવમાં હાથ, પગ ધંઈ મુખ પ્રક્ષાલન કરી શ્રમ ઉતારી પ્રાસાદની સુંદરતા જેવા તેઓ તેની અંદર ગયા. ત્યાં અમરદ એક સુંદર પુતળી જોઈ તે રૂપ અને લાવણ્યથી સાક્ષાત્ દેવાંગના જેવીજ લાગતી હતી. તેને દેખીને અમરરત્ત જાણે કે ચિત્રમાં આલેખાઈ ગયું હોય તેમ સ્થિર થઈ ગયું અને અનિમેષ દષ્ટિથી તેની સામે જોવા લાગ્યો અને સુધા, તૃષા કે શ્રમ બધું ભૂલી ગયે. ઘણે વખત પસાર થઈ ગયે, અને મધ્યાહ્ન થવા આવ્યું, ત્યારે મિત્રાનંદે કહ્યું કે –“બંધુ! ચાલે, આપણે હવે નગરમાં જઈએ, બહુ મોડું થાય છે, નગરમાં જઈ સુધા વિગેરેની બાધા મટા ડીએ.” તે સાંભળી અમરદત્ત બોલ્યો કે:હે મિત્ર! થોડી ક્ષણે સુધી તું રહે છે, તેટલા વખતમાં હું આ પુતળીને બરોબર નીરખીને જોઈ લઉં.” આ પ્રમાણે તેના કહેવાથી થડા સમય સુધી રાહ જોઈ. ફરીથી મિત્રાનંદે નગરમાં