________________
(૫૪)
જૈન મહાભારત.
તત્પર રહું છું, તે પરોપકાર નથી, પણ હું મારા સ્વાભાવિક
""
ધર્મ સમજુ છુ.
ગાંગેયની આવી ગૌરવતાવાળી ભારે પ્રતિજ્ઞા સાંભળી આકાશમાં રહેલા દેવતાએએ તેની પર પુષ્પની વૃષ્ટિ કરી અને મુખમાંથી ધન્ય ધન્ય એવી વાણી ઉચ્ચારી. ગાંગેયની દેઢ પ્રતિજ્ઞા અને અપૂર્વ પિતૃભક્તિ જોઇ પ્રસન્ન થયેલા દેવતાએ ઉંચેશ્વરે મેલ્યા—“ધર્મવીર ગંગાતનય ! તમને ધન્ય છે અને તમારા પિતા શાંતનુને પણ ધન્ય છે, કે જેના ઘરમાં તમારા જેવા અમૂલ્ય પુત્રરત્નની ઉત્પત્તિ થઈ છે. ગૃહસ્થાવાસમાં આવાં દુષ્કર ત્રતા ગ્રહણ કરનાર તમારા જેવા કાઈ પુરૂષ આજ દિન સુધીમાં થયા ન હતા. તમે પિતાની ભક્તિને લઇ આવું ભીમભયંકર વ્રત ગ્રહણ કર્યું... માટે આજથી લેાકમાં ભીષ્મ એવા નામથી તમારી પ્રખ્યાતિ થશે. જેમ સ` ગુણાનું મૂળ પરાક્રમ છે, તેમ સ ત્રતાનુ મૂળ બ્રહ્મચર્ય વ્રત છે. અહિંસા બ્રહ્મચર્ય અને પિતૃભક્તિ— આ ત્રણ અમૂલ્ય ગુણા તમારામાં છે, માટે તમને પૂર્ણ ધન્યવાદ ઘટે છે. હે ગંગાપુત્રં ભીષ્મ ! એ તમારાં વ્રત સફળ થાઓ અને કદિ પણ એ વ્રતના ભંગ ન થાઓ ’ એવે અમારા તમને આશીર્વાદ છે. ’
આ પ્રમાણે કહી દેવતાએ સ્વર્ગ માં ચાલ્યા ગયા. અને તે જોઇ નાવિક હૃદયમાં સાન ંદાશ્ચર્ય થઇ ગયા. તે વખતે નાવિકે પેાતાની પુત્રી સત્યવતીને ખેલાવી ઉત્સ’ગમાં બેસાડી