________________
ભીષ્મની પિતૃભક્તિ.
નાવિકનાં આ તાર્કિકે એનિર્સિસાંભારી, ખેf યમાં ચમકી ગયે. તરત તે ઉંચે સ્વરે બોલ્યો "ભદ્ર વિક! આ તમારે અભિપ્રાય કુતકરૂપ છે. તેનું હું પ્રતિજ્ઞાથી ખંડન કરૂં છું.” આટલું કહી ગાંગેય ગગન તરફ જોઈ ગજેનાથી બોલ્યા–“હે દેવતાઓ! આ વાતમાં તમને હું સાક્ષી રાખું છું. આજથી હું મારી પાપવાસનાને ત્યાગ કરું છું. જે વ્રતના આચરણથી સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવા બ્રહ્મચર્યને હું આજથી ધારણ કરૂં છું.” એ વ્રત અખંડ ધારણ કરવાથી મારા પિતાની ઈચ્છા પૂર્ણ થશે અને આ નાવિકની પુત્રી નિ:શંક રહેશે. ભદ્ર નાવિકરાજ! આ મારી પ્રતિજ્ઞા અચળ માનજો. હવે તમારે મનમાં જરા પણ બ્રાંતિ રાખવી નહીં, તમારી પુત્રીને પુત્ર થયાથી તે સ્વતંગ રાજ્યાધિકારી થશે, અને મને પરમાર્થની પ્રાપ્તિ થશે. આ મહાવ્રત હું આજેજ ગ્રહણ કરું છું એમ નથી, પણ પૂર્વે ચારણ મુનિઓએ મને કહેલું છે કે, ચાર વ્રતમાં પહેલું અને ચોથું વ્રત સર્વોત્કૃષ્ટ છે. તે વ્રત પિતાના હિતની ઈચ્છા કરનારા પુરૂષે અવશ્ય ધારણ કરવાં જોઈએ. એ મહાનુભાવ મુનિઓને ઉપદેશ સાંભળી તે માંહેલું પહેલું અહિંસાવ્રત તો મેં તે સમયથી જ ધારણ કરેલું છે અને આજે મારા ભાગ્યોદયને લીધે હાલ બ્રહ્મચર્યવ્રત લેવાનું મને કારણ મળ્યું છે તેથી પિતાને ધન્ય સમજું છું. વળી આજથી વિપત્તિમાં પડેલા પ્રાણનું કલ્યાણ કરવાનું ત્રીજું વ્રત ગ્રહણ કરું છું. અને જે પિતાની સેવા કરવાને હું