________________
(૭૬૪)
જૈન મહાભારત. ધર્મકીર્તિને પવિત્ર સ્થંભ સિદ્ધગિરિ ઉપર તેમની દિવ્ય કીત્તિને સૂચવે છે. એ પ્રાતઃસ્મરણીય મહાનુભાવ પાંડવોના ચરિત્રને ભારતીય પ્રજા અદ્યાપિ ગાય છે અને તત્સમાન થવાની ભાવના ભાવી આત્મકલ્યાણ કરે છે. એ પાંડવચરિત્રની ગ્રથના વિવિધરૂપે ગુંથવામાં આવી છે. તેમાંથી વ્યવહારનું કૌશલ્ય મળે છે. શબ્દજ્ઞાન સંપાદિત થાય છે, વિનયાદિ ગુણ પ્રાપ્ત થાય છે, વાણુનું ચાતુર્ય ઉપલબ્ધ થાય છે અને ઐક્યને અભયદાન કરનાર ધર્મ પણ મેળવી શકાય છે. અભુત તેજસ્વી એવા શ્રીને મીશ્વર ભગવાન, બળભદ્ર, વાસુદેવ, પ્રતિવાસુદેવ, પાંડવ, કરવ, ભીષ્મપિતામહ, કર્ણ, દ્રોણાચાર્ય વિગેરે ઘણા મહાવીરના પરાક્રમરૂપ આભૂષણોથી અલંકૃત એવું એ ચરિત્ર સર્વ જૈન બાળકોએ, તરૂણોએ, વૃદ્ધોએ અને બાળ, તરૂણ તથા વૃદ્ધ શ્રાવિકાઓએ મનન કરવા ગ્ય, ‘શ્રવણ કરવા ગ્ય અને પઠન કરવા ગ્ય છે.
यावत्संसारतापादिनिकरभिदूरा वाजिनानां मुनींद्रप्रज्ञाकान्तावगाढा विधुरयति सूधादी(कादर्पमूद्राम् । तावन्निर्निद्रका-स्वरकमलकलां पूष्पदश्रांतमम्यां, विश्वं विद्वहिरेफार्पितमहिममहाकाव्यमेतद्धिनोतु ॥ २॥
આ સંસારના તાપરૂપી પર્વતને નાશ કરવામાં વા સરખી અને મુનિવરોની બુદ્ધિરૂપ સ્ત્રીઓએ સ્નાન કરવા અવગાહન કરેલી શ્રી જિનવાણુરૂપ વાપિકા જ્યાં સુધી અમૃ