________________
(૭૫૮)
જેન મહાભારત. મોહિત થઈ ગઈ. મોહથી બેભાન થયેલી તે ભામિનીએ. ઘડાના કાંઠા ઉપર નાખવા તૈયાર કરેલી રજજુ પોતાના બાળકના ગળામાં નાંખી દીધી અને તેને કૂવામાં ઉતારવા લાગી, તેવામાં બળભદ્રમુનિની દષ્ટિ તે ઉપર પડી એટલે તેઓ તે સ્ત્રીની પાસે આવ્યા અને તેણીને પ્રતિબંધ આપી પોતાના રૂપની નિંદા કરતા પાછા ફર્યા હતા. આ વખતે મહામુનિ બળભદ્દે એ અભિગ્રહ કર્યો કે, “વનના કાષ્ઠના ભારા હરણ કરનારા પુરૂએ આપેલું અન્નાદિક મળે તે હું પારણું કરીશ, અન્યથા નહીં.” તેમને આ દુષ્કર અભિગ્રહ આખરે પૂર્ણ થયે હતું અને તે મહા મુનિએ તેજ પ્રકારે પારણું કર્યું હતું. પછી તે કાષ્ટવાહી પુરૂએ એ તેજસ્વી બળભદ્રની વાર્તાનગરમાં જઈરાજાઓને જણાવી. તે સાંભળી રાજાઓએ ચિંતવ્યું કે “એ પુરૂષ તપસ્યા કરી મહાન પરકમ મેળવી આપણું રાજ્ય ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે, માટે તેને વધ કરે જોઈએ.” આવું ચિંતવી તે રાજાએ શસ્ત્રાસ્ત્ર ધારણ કરી અને વાહન પર આરૂઢ થઈ બળભદ્રમુનિને મારવા ધસી આવ્યા. આ વખતે બળભદ્રને પૂર્વોપકારી સિદ્ધાર્થ દેવ ત્યાં આગળ પ્રગટ થયો અને તેણે હજારે સિંહના રૂપ વિકુવી તે રાજાઓને ભયભીત કરી દીધા. તેમની સેના ચિત્રવત થઈ ગઈ. પછી તેઓએ આવી બળભકમુનિના ચરણમાં વંદના કરી, ત્યારથી બળભદ્રમુનિનું
નરસિંહ” એવું નામ લેકમાં વિખ્યાત થયું હતું. તે પછી આ સ્થળે કેટલાએક તિર્યંચ પ્રાણીઓએ બળભદ્વમુનિની