________________
પાંડવ નિર્વાણુ અને ઉપસંહાર.
(૭પ૭ ) થતાંજ પાંડવમુનિઓના હદયમાં અનહદ આનંદ ઉત્પન્ન થઈ આવ્યો, તેમનાં અંગોમાંચિત થઈ ગયાં અને નેત્રોમાંથી આનંદાશ્રુનીધારાઓ ચાલી. ગુરૂભક્તિથી ભાવિત થયેલા પાંડવમુનિએ ઉલટ લાવી ગુરૂના ચરણકમળમાં નમી પડ્યા અને પછી વિધિથી તેમણે ગુરૂને વંદના કરી. ગુરૂએ તેમને હર્ષથી બેઠા કર્યા અને પોતાનું શિષ્યવાત્સલ્ય દર્શાવ્યું. પરસ્પર સુખશાતા પુછયા પછી ગુરૂએ અમૃતમય વાણીથી તેમને દેશના આપી તે દેશનારૂપ અમૃતધારાને પાંડવોએ પ્રેમથી પિતાના હૃદયકમળમાં ઝીલી લીધી.
પછી વિસ્મય પામેલા પાંડવોએ વિનયથી પ્રશ્ન કર્યો“ભગવાન ! આ રમણીય પ્રદેશ જોઈ અમે સાનંદાશ્ચર્ય થયા છીએ. સ્વભાવે કૂર એવા પ્રાણીઓ આ સ્થળે નિર અને શાંત થઈ રહેલા છે. તેમજ આ પ્રદેશને અવકતા અપાર શાંતિ અને હૃદયની પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. તેનું શું કારણ હશે ? એ તમારા આગમનને પ્રભાવ છે અથવા કઈ બીજું અલૌકિક કારણ છે?” પિતાના પ્રિય શિષ્યોને આ પ્રશ્ન સાંભળી ગુરૂએ પિતાની પવિત્ર ગિરા પ્રગટ કરી.
ભદ્ર! પૂર્વે મહાનુભાવબળભદ્રમુનિ વિહાર કરતાં આ સ્થળે આવ્યા હતા. તે મહામુનિએ આ સ્થળે માસક્ષમણ વ્રતને આરંભ કર્યો હતે. તપસ્યાના પ્રભાવથી એ મહામુનિના સુંદર શરીરને વિષે વિશેષ સંદર્ય પ્રગટ થઈ આવ્યું હતું. આ સમયે કેઈ સુંદર સ્ત્રી નાના બાળક સાથે આવેલા કુવા ઉપર જળ ભરવાને આવી હતી. તેનું આ સુંદર મુનિને જોઈ