________________
પાંડવ નિર્વાણ અને ઉપસંહાર.
(૭૫૩) પિતાની અસાધારણ ઉદારતા દર્શાવી હતી. સાત ક્ષેત્રમાં અસંખ્ય ધન વાવીને દુર્ગતિરૂપ અંધ કૃપમાંથી પિતાને ઉદ્ધાર કરવા તત્પર થયા હતા. આ પ્રમાણે સુકૃતોની શ્રેણી પર આરૂઢ થઈ પાંડેએ પોતાના રાજ્ય ઉપર જરાકુમારને બેસાર્યો હતો અને પોતે સર્વોપાધિથી મુક્ત થઈ ચારિત્રારાધન પર તત્પર થયા હતા. તે સમયે તેમણે હૃદયમાં દયા લાવી કારાગૃહમાં પડેલા કેદીઓને મુક્ત કર્યા હતા. પછી સતી દ્વપદીને સાથે લઈ ઐરાવત જેવા ગજેન્દ્રો ઉપર ચડી પાંડ સુવર્ણવૃષ્ટિ કરતા કરતા દીક્ષા લેવાને નગરની બાહર નીકળ્યા હતા. હજારો લોકો તેમનાં દર્શન કરી તેમની વૃત્તિને ધન્યવાદ આપતા હતા. તેમની પાછળ તેમના સામંતે અને સચિવે તેમના એ સુકૃતને અનુદન કરતા ચાલતા હતા. જાણે મૂર્તિમાન પંચમહાવ્રત હોય તેવા તે પાંડેની સાથે મૂર્તિમતી ક્રિયાના જેવી સતિ દ્રૌપદી ચારિત્રરત્નના અલંકારને ધારણ કરવાને ઉત્સુક થઈ શોભતી હતી. - પાંડે અને દ્વિપદી નગરની બહાર નીકળી ધર્મઘોષમુનીના ચરણ સમીપે આવ્યા હતા. તેઓ ગજેંદ્ર ઉપરથી નીચે ઉતરી અને રાજચિન્હને પરિત્યાગ કરી તે મહા મુનિની સમીપે વિનીત થઈ ઉભા રહ્યા. તેમણે વિનીત વાણીથી મુનિને પ્રાર્થના કરી, “સ્વામિન! તમારા હસ્તસ્પર્શથી અમારા મસ્તકને પવિત્ર કરે. અને દીક્ષાનું મહાદાન આપી અમને કૃતાર્થ કરે.” આ પ્રમાણે કહેતાં જ તેમનાં શરીર
૪૮,