________________
(૭૪ર)
જેન મહાભારત. આગળ તે વાત પ્રગટ કરી અને સર્વ કેને ધર્મારાધન કરવાની સલાહ આપી. આ વખતે કૃપાળુ નેમિશ્વરપ્રભુ ત્યાં આવી ચડ્યા અને તેમણે પોતાના માતાપિતાને, પ્રદ્યુમ્ન વગેરે રાજકુમારને, રૂકમણિ વિગેરે મારી સ્ત્રીઓને અને મરણના ભયથી આકુળ-વ્યાકુળ એવા દ્વારકાવાસી લેકેને દીક્ષા આપી હતી. તે વખતે મેં તેમને દ્વારકાને વધ કયારે થશે? એવું પુછ્યું, એટલે તેમણે “આજથી બાર વર્ષે દ્વારકાને નાશ થશે” એમ કહ્યું હતું. પછી તેઓ ત્યાંથી વિહાર કરી ચાલ્યા ગયા હતા. તે પછી છઠ અને ચતુર્થ તપ કરનારા એવા દ્વારકાવાસી લોકોને અગીયાર વર્ષ નીકળી ગયાં હતાં. જ્યારે બારમું વર્ષ પુરૂં થવા આવ્યું, એટલે દ્વૈપાયન મુનિ નષ્ટ થયે હશે એવું ધારી તે લેકે પ્રમાદમાં પડ્યા અને મદિરાનું સેવન કરવા લાગ્યા અને આ વખતે દ્વારકામાં - અનેક ઉતપાત થવા લાગ્યા. તેવામાં કઈ પુરૂષે આવી અમારા દેખતાં કાછો પૂરી દ્વારકામાં અગ્નિ પ્રગટ કર્યો, અને તેના ધુમાડાથી બધી નગરી વ્યાસ થઈ ગઈ. જ્યારે તે અગ્નિએ ભયંકર રૂપે પ્રગટયું, એટલે હું અને બળદેવ વસુદેવ, દેવકી, રોહિણી વિગેરેને રથમાં બેસારી નગરીની બહાર કાઢવા પ્રયત્ન કરવા લાગ્યા, પણ દેવગે ઘણે પ્રયત્ન કર્યા છતાં
તે રથના ઘડાઓ આગળ ચાલ્યા નહીં. તે વખતે કે પુરૂષ : નગરીના દરવાજા બંધ કરી દીધા. બળભદ્દે મહાન્ યત્ન કરી તે દરવાજો ઉઘા, પણ તે રથ ત્યાંજ ભાંગી પડે. તે વખતે આકાશમાં રહી તે પુરૂષે જણાવ્યું કે “કૃષ્ણ! માતા