________________
નિ મહાભારત હાઈ યુધિષ્ઠિર ! ધર્મને ત્રીજો પ્રકાર તપ છે. બાહ્ય અને આંતરતપ મળીને તે તપના બાર પ્રકાર છે. કર્મના મર્મનું છેદન કરનારાં સાધનામાં તપ એ મુખ્ય સાધન છે. એ તપ કિકકાર્યોમાં પણ પુરૂષના મનોરથની સિદ્ધિ કરવા માટે સમર્થ થાય છે. જયદ્રથ ચક્રવ્યુહમાં જે પરાક્રમ બતાવ્યું હતું, તે તેના તપને પ્રભાવ હતે. પૂર્વે તેણે સકામ તપ કરી એ વરદાન મેળવ્યું હતું. જો કે તેણે તમારે વધ કરવાની ઈચ્છા કરી હતી, પણ તમારા પ્રબળ પુણ્યના પ્રભાવથી દેવતાએ તેને તેવું વરદાન આપવા ના કહી હતી.
ભાઈ યુધિષ્ઠિર ! હવે તને ચોથા ભાવધર્મ વિષે કહું, તે તું એકચિત્તે સાંભળજે. જેને સિદ્ધરસની ઉપમા અપાય છે એ ભાવધર્મ અત્યંત દુર્લભ છે. એ ભાવધર્મને લઈનેજ દાન, શીળ અને તપધમ કલ્યાણકારી થાય છે. કર્મને નાશ કરી મને પ્રાપ્ત કરવામાં ભાવધર્મ એક મુખ્ય સાધન છે. ભાવધર્મની પ્રાપ્તિ થયા વિના ચારિત્રધર્મનું ફળ મળી શકતું નથી; તેથી મોક્ષની ઈચ્છાવાળા પુરૂષે એ ભાવધર્મ અંગીકાર કરે જોઈએ.
ભાઈ યુધિષ્ઠિર ! આ પ્રમાણે દાન, શીળ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મનું સ્વરૂપ મેં તને સંભળાવ્યું છે. તું હવે અર્થ તથા કામ એ બે પુરૂષાર્થને દૂર કરી ધર્મ અને મોક્ષનું આરાધન કર. એ બંને પુરૂષાર્થની ઉપાસનાથી તું યુદ્ધ સંબંધી સર્વ પાપમાંથી મુક્ત થઈશ. અને તારા જીવન