________________
- જૈન મહાભારત. ઉચે સ્વરે આક્રંદ કરી મુકયું હતું. આ સમયે ચતુબુદ્ધિ કૃણે તેમને સારી રીતે બોધ આપી શાંત કર્યા હતા. - પ્રાત:કાળે શ્રીકૃષ્ણ અને પાંડ પોતાના કાકા ધૃતરાટ્રને શોક દૂર કરાવવા તેમની પાસે ગયા હતા. તેમણે ગાંધારી સહિત ધૃતરાષ્ટ્રના ચરણમાં નમન કર્યું. તે વખતે ધૃતરાષ્ટ્ર વિમુખ થઈને બેઠા એટલે કૃષ્ણ તેમને કહ્યું, રાજન ! આ પાંડુપુત્ર શું તમારા પુત્રે નથી? તેમની પિતૃભક્તિ પાંડુના જેવી જ તમારી ઉપર છે. દુર્યોધન વગેરેને વધ થયે, એ તેમને તેમના દુરાચારનું ફળ મળ્યું છે. તે વાત તમારા જાણવામાં છે. આ પાંચ પાંડવોએ ફક્ત પાંચ ગામ લઈ સંધિ કરવાની ઈચ્છા કરી હતી, પણ તમારા દુરાગ્રહી દુર્યોધને એ વાત માન્ય કરી ન હતી તેથી તમારે આ તમારા પુત્રને અપરાધી ગણવા ન જોઈએ ” કૃષ્ણનાં આવાં વચનેથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી શાંત થયાં હતાં. પછી તેમણે પાંડવોના પૃષ્ટ ઉપર હાથ મુકી કહ્યું કે, “અમારા પુત્રએ તમારે જે અપરાધ કર્યો, તે તેમના દૈવને અપરાધ છે, અમારા પુત્રને અપરાધ નથી.” આ પ્રમાણે કહી તેમણે પાંડવોને આલિંગન કરી શુદ્ધ નેહ દર્શાવ્યું હતું. તે પછી ગાંધારી દુર્યોધનની સ્ત્રી ભાનુ મતી વગેરે વધુઓને લઈ કુરૂક્ષેત્રના સ્મશાનમાં પોતાના પુ. ત્રિાના મુખાવેલોકન કરવાને ગઈ હતી. મરણ પામેલા રાજાએની અને બીજા મહાન શૂરવીરની બીજી પણ સ્ત્રીઓ તે સ્થળે આવી હતી. તે સર્વેના આકંદથી ભૂમિ અને અંતરી