________________
નિરાધી પ્રાણી તે ઉપર જળી તેના
(૩૬).
, જેન મહાભારત. રહેવું યોગ્ય વિચાર્યું નહીં. પછી એને સાથે લઈને જ્યાં આપની સાથે મારું પાણિગ્રહણ થયું હતું, આ તે સ્થળે આવીને હું રહી છું. અને અહીં શ્રી જિનેશ્વરની પૂજા ક્ય કરું છું. આ સ્થળે કેટલાએક ચારણશ્રમણ મુનિએ આવ્યા કરે છે, તેમની પાસે આ તમારે પુત્ર ધર્મ સાંભળવા જાય છે. તે ઉત્તમ સહવાસથી તેની દયાધર્મ ઉપર વિશેષ પ્રીતિ થઈ છે. તેથી જીવહિંસાની વાત સાંભળી તેના નેત્રમાં અશ્રુની ધારા ચાલે છે. વળી તે ઉપદેશથી આ કુમારે “કેઈએ નિરપરાધી પ્રાણીને વધ કરે નહીં.” એવી પિતાની આણ મનાવી છે. તેથી આ અઠ્યાવીશ ગાઉનું વન બનાવીને તેમાં નિરપરાધી પ્રાણીઓનું તે પાલન કરે છે. એના ભયથી કઈ પણ શિકારી આ વનમાં આવી શકતો નથી. આ તમારે દયાધમી પુત્રે આ જંગલમાં એ દયાધર્મ પ્રવર્તાવ્યું છે કે, વાઘ વગેરે હિંસક પ્રાણીઓ પણ ગાય વગેરે ગરીબ પ્રાણુઓને કદિ પણ મારતા નથી. હે પ્રાણનાથ! આ તમારા અહિંસાવ્રતને ધારણ કરનાર પુત્રનું તમારે સર્વ પ્રકારે રક્ષણ કરવું જોઈએ.”
પવિત્ર પ્રિયા ! આજથી તારા વચન પ્રમાણે હું શિકારનો ત્યાગ કરું છું. હવે આ વિરપુત્રને સાથે લઈ મારા રાજદ્વારને અલંકૃત કર. તારા જેવી પવિત્ર પત્નિના આગમનથી હું મારા ભાગ્યને ઉદય થયે સમજું છું. તારા જેવી ગૃહલક્ષ્મીથી મારા રાજ્યની અતુલ શંભ થશે.” શાંતનુએ પ્રેમના આવેશમાં કહ્યું.